________________
}૦૨
આત્મ-ઉત્થાનને પાયા
અભેદ
મનુષ્ય પેાતાની જાત પ્રત્યે ક્ષમાશીલ, ઉદાર અને સહિષ્ણુ હોય છે, તેથી પેાતાના દોષને ભૂલી શકે છે અને ગુણને યાદ રાખે છે. બીજાના ગુણને અને પેાતાના દોષને ઝટ ભૂલી જાય છે. બીાના દોષને અને પોતાના ગુણને સારી રીતે યાદ રાખે છે, તેની પાછળ પેાતાના–પરાયામાં ભેદબુદ્ધિ મુખ્ય કારણ છે.
ભેકબુદ્ધિનુ કારણ આત્મજ્ઞાનના અભાવ છે. આત્મજ્ઞાન વધવાથી સ્વ-પર ભેદબુદ્ધિ ટળી જાય છે.
6
જેને હું પેાતાને સમજું છું, તે માત્ર મારા દેહમાં જ નથી; પણ સવ દેહમાં રહેલા છે. એક જ અમાસ ઢહેામાં પ્રસરેલા છે, વસેલે છે. અર્થાત્ આત્મત્વેન આત્મા સર્વ સમાન છે—એમ માનવાથી સ વ પ્રત્યે સ્વતુલ્ય સહિષ્ણુતા ઉદારતા અને ક્ષમાશીલતા પ્રગટે છે. ચિત્તશુદ્ધિ થવાથી આત્મજ્ઞાન વધે છે. વ્યાપક આત્મજ્ઞાન સમગ્ર સૃષ્ટિ સાથે એકત્વબુદ્ધિ પેદા કરે છે. સ્વ-પર ભેદ બુદ્ધિ ટળે છે.
આત્મા-આત્મા વચ્ચે ભેદ રહે છે, ત્યાં સુધી અભય-અભેદ-દ્વેષ આદિ ઉત્તમ ગુણા દબાયેલા રહે છે,
,
‘વસુધૈવ કુટુમ્નમ્ ' ની ભાવનાના એકડા શીખવાડનાર મંત્રાધિરાજ શ્રી નવકારના આરાધકને પણ ભેદબુદ્ધિ ખટકવી જેઈએ.
આ ભેદ-બુદ્ધિ જ આત્માના અરિ છે. તેના નાશ ‘નમા' અરિહંતાણુ' કરે છે. નમસ્કારની પરિણતિ એટલે અભેદ બુદ્ધિના સચાટ અનુભવ સર્વ જીવાને ચાહવાની શ્રેષ્ઠ કળામાં નિપુણતા સાધીને જ જીવ, શિવપક્ષના અધિકારી બને છે. આ ચાહના તે સ્નેહ પરિણામ છે. જે અભેદબુદ્ધિના પરિપાક છે.
ER
દિવ્યતા અને ક્ષુદ્રતા
મનુષ્યમાં રહેલી નિખરળતાઓના લાકા જેટલા તિરસ્કાર કરે છે તેટલે તેનામાં રહેલાં મળ અને શકયતાઓના આદર કરતાં નથી તેની જડતા પર જેવા જોરથી ઘા કરે છે તેવા કે તેથી અડધા જોરથી પણ તેનામાં રહેલા ચૈતન્યને આદર કરતાં નથી. મનુષ્યમાં દેખાતી ક્ષુદ્રતા જેટલી ખૂંચે છે તેટલી તેનામાં રહેલી વિરાટતા પ્રત્યે પ્રેમ કરવાના લેશ માત્ર વિચાર કરતા નથી. મનુષ્યની ચેતાનીયત લેાકાને નજરે તુરંત ચઢી જાય છે પરન્તુ તેની દિવ્યતા તા તેમનાં ધ્યાન બહાર જ રહી જાય છે.