________________
વિશ્વનાં વિધાન
૫૯૭
સતનું અચિન્ય જે સામર્થ્ય છે, તેના ચરણમાં માથું નમાવવું, તે સત્સંગને તાવિક અર્થ છે.
પરમ સત્તાવાન પરમાત્માને સંગ નહિ કરીને જ આપણે કર્મસત્તાની ઠોકરે ચઢીએ છીએ, માટે દિનપ્રતિદિન સત્સંગરૂચિ વધારીને પરમ સંત પરમાત્મા અને તેના ભક્તોના સંગમાં જીવનને જોડવું જોઈએ.
સરસંગની ભૂખ એ સર્વ પ્રકારના દાખ અને તેના કારણરૂપ પાપને ઉછેદ કરનારી ઉચતમ ભૂખ છે.
વિશ્વનાં વિધાન વિશ્વનાં વિધાન અને તવ પિતાની મેળે જ કામ કરે છે, માત્ર મનુષ્ય જ પિતાના કાર્યને ઘમંડ રાખે છે.
મનુષ્ય માને છે કે, હું બીજાને સુખ આપું છું, પણ તેની આ માન્યતાના મૂળમાં ભારોભાર ઘમંડ રહે છે.
દા. ત. માણસ ગમે તેટલી વિજળી ઉત્પન્ન કરે અને તેમાંથી ગમે તેટલા દીવા પ્રગટાવે, છતાં એક ચન્દ્ર જેટલો પ્રકાશ આપે છે, તેટલે પ્રકાશ પણ નથી લાવી શકતો.
સૂર્ય અને ચન્દ્ર માનવ-પ્રાણીઓનાં ઉપકારનો જે કાર્ય કરી શકે છે, તે મનુષ્ય વડે કદી પણ થઈ શકતાં નથી. સૂર્ય અને ચન્દ્ર જે રસકસ આપે છે, તે મનુષ્ય ઉત્પન્ન કરેલી વિજળીથી કદી મળી શકતાં નથી.
નૈસગિક નિયમોની વફાદારી સાચવીને ખીલતા ગુલાબના ફૂલ જેવું ફૂલ તે શું, પણ એ ગુલાબના ફૂલની પાંખડી જેવી એક પાંખડી પણ આજને વિજ્ઞાનવીર નહિ બનાવી શકે.
વિશ્વ બિલકુલ નિયમ મુજબ જ ચાલે છે ચક્રવર્તી પણ વિશ્વના વિધાનને યા નિસર્ગના નિયમને બદલી શકો નથી. લીમડા માટે લીમડાનું જ બીજ જોઈએ, ઘઉં માટે ઘઉંનું જ બીજ જોઈએ; તેમ સુખ માટે સુખનું જ બીજ જોઈએ.
તમે સુખના ખપી છે, તે બીજાને સુખ આપો. બીજાને દુઃખ આપવાથી તમને સુખ નહિ, પણ દુઃખ જ મળશે.
ડાંક વર્ષ અગાઉ આંધ્ર પ્રદેશમાં એક વૈજ્ઞાનિકે ઉંદર મારવાની ગોળીઓ શોધી કાઢી. લાખે ગોળીઓ ખેતરમાં નંખાઈ ગઈ. સવારે મરેલા ઉંદરેલા ઢગલે ઢગલા થઈ ગયા.