________________
વીતરાગી-સરાગી
જગતને સરાગીની જેટલી ઓળખાણ છે, તેટલી વીતરાગની નથી, સરાગીની સેવાથી જેવો લાભ માને છે, તે વીતરાગની સેવાથી માનતું હોય તેમ જણાતું નથી. સરાગીની દોરવણી તેને જેટલી પસંદ છે, તેટલી વીતરાગની દોરવણ પસંદ આવતી નથી, જગતની વિનાશક્તાનાં મૂળ ઝેરી બીજ એમાં જ રહેલાં છે.
સરાગી ઉપરની શ્રદ્ધા અને વીતરાગ ઉપરની અશ્રદ્ધા એ જ વિનાશનું મૂળ છે, એ સત્ય હકીકતને કોઈ વિરલ આત્મા જ જાણે છે. અને એ જ નિયમ, બ્રહ્મચર્યાદિવિહીન એવા ગુરુની સેવાને અને દયાવૃત્તિ આદિથી રહિત એવા ધર્મની આરાધનાને લાગુ પડે છે.
બ્રહ્મચર્યાદિ ગુણસંપન્ન ગુરુને અને દયાવૃત્તિ આદિમાં પ્રધાન એવા ધર્મને જ સેવનારા અને તે સિવાયના ગુરુ અને ધર્મને છોડનારા કે નહિ માનનારા જગતમાં કેટલા છે?
આજના કાળમાં જ નહિ, પરંતુ પ્રત્યેક કાળમાં ગુરુગુણસંપન્ન શુદ્ધ ગુરુ અને ધર્મગુણસંપન શુદ્ધ ધમ ઉભયને જાણનારા, માનનારા અને સેવનારા ઓછા જ હ્યા છે. અને એ જ કારણે જગતની વિનાશકતાની પાછળ (ગુરુ અને ધર્મના વિષયમાં પણ) અગ્યની સેવા અને ગ્યની અસેવારૂપી ઝેરી બીજે જ કાર્ય કરી રહ્યાં હોય છે. વિરલ આત્માઓ જ તે વસ્તુને જાણે કે સમજી શકે છે. સત્ય વચનનું મૂળ
જેનશાસ્ત્રનું એ સ્પષ્ટ નિરૂપણ છે કે અવીતરાગતા અને અસર્વજ્ઞતા એ દેવનાં મોટાં દૂષણ છે. અવીતરાગતા અને અસર્વજ્ઞતાને ધારણ કરનારા આત્માઓ પણ જે જગતને સાચી દેરવણ આપી શકતા હોય તે, જગત કોઈ પણ કાળમાં ઉન્માર્ગે ન હેત,
અસત્ય કે સત્યવિરોધી નિરૂપણનું મૂળ, જે કઈ પણ હોય તે તે અવીતરાગતા અને અસર્વજ્ઞતા જ છે.
અસર્વજ્ઞ અને અવીતરાગને ધર્મના પ્રણેતા બનવાનો અધિકાર ન્યાયવિરુદ્ધ છે.
સત્ય વચનનું મૂળ, વીતરાગતા અને સર્વજ્ઞતા જ છે. છતાં અજ્ઞાન, મેહ કે દુરાગ્રહવશાત્ વીતરાગ અને સર્વજ્ઞનું અનુયાયીપણું સ્વીકારવામાં ન આવે અને એથી વિપરીત અસર્વજ્ઞ અને અવીતરાગનું અનુયાયીપણું સ્વીકારવામાં આવે તે આંધળાની પાછળ કેરાયેલા આંધળાની જેમ વિશ્વ વિનાશના પંથે જ ખેંચાઈ જાય એમાં નવાઈ નથી.
ઉન્માર્ગથી બચવા માટે અને સન્માર્ગને પામવા માટે, દેવ તરીકેનું સ્થાન વીતરાગ અને સર્વજ્ઞ સિવાય બીજાને ન જ અપાય. તેમ ભક્તિ અને પૂજનનું ફળ મેળવવા માટે પણ વીતરાગ અને સર્વગ્નને છોડીને અન્યને હૃદયમાં સ્થાન ન અપાય.
વીતરાગ અને સર્વજ્ઞની ભકિત એ મુકિતની દૂતી બને છે. અવીતરાગતા અને અસર્વસની ભકિત મુકિતની વિધી બને છે. એ માટે મોટું પ્રમાણ પ્રત્યક્ષ જગત છે. આ. ૭૫