________________
સ્થાપક બોધ
૫૯૧
સ્વાપકર્ષ બોધ स्वापकर्ष-बोधानुकूल-व्यापारो नमस्कारः ॥
પિતાના અપકને બે જે વડે થાય, તે ક્રિયાને નમસ્કાર કહે છે. એમાંથી જ એ અર્થ નીકળે છે કે ગુણાધિક પુરુષને ઉત્કર્ષને બેધ જે ક્રિયા વડે કરાય, તે ક્રિયાને નમસ્કાર કહેવાય છે. અર્થાત્ નમસ્કારની ક્રિયા વડે બે વસ્તુને બંધ થાય છે એક તે નમસ્કાર કરનાર, પિતાની ગુણહીનતા બતાવે છે અને બીજુ પિતાથી અધિક ગુણવાન પ્રત્યે આદરભાવ બતાવે છે. અને અપકર્ષ બતાવવા વડે પોતાના દુષ્કતની ગહ કરે છે અને ગુણાધિકનો ઉત્કર્ષ બતાવવા વડે સ્વ-પરના સુકૃતની અનુમોદના કરે છે દુષ્કૃતગહીં વડે પાપનાશ અને સુકૃતની અનુમોદના વડે પુપાર્જન થાય છે.
એકમાં પોતાના પાપનો સ્વીકાર છે. બીજામાં પુણ્યવાન પુરુષના પુણ્યની અનુમિદના છે. એકમાં મૈત્રી અને મુદિતા છે. બીજામાં કરૂણા અને માધ્યસ્થ છે પોતાના પાપ પ્રત્યે કરૂણ અને બીજાના પાપ પ્રત્યે માધ્યગ્ય ભાવ કેળવે. એ જ રીતે પરના ગુણે પ્રત્યે મુદિતા અને પ્રમોદ છે અને તે મૈત્રીનું ફળ છે.
નમસ્કાર વડે પાપનાશ અને મંગળનું આગમન એ બે ફળ કહ્યા છે પોતાના અપકર્ષનું કારણ ગુણને તિરસ્કાર છે, સુકૃતને અનાદર છે. અપકર્ષનું ઉત્કર્ષ માં પરિવર્તન તે નમસ્કાર છે. ગુણી પુરુષને નમસ્કાર છે. સ્વ-પર-સર્વના સુકૃતની હાર્દિક અનુમોદના છે.
અપકર્ષ જેટલે ડખે છે, તેટલું જ જે પાપ ડંખવા માંડે, તે પરમ ઉત્કર્ષવંતા પંચ પરમેષ્ટિ અવશય ગમે, નમસકરણીય લાગે, વંદનીય લાગે, પૂજનીય લાગે, સ્તુત્ય લાગે એટલું જ નહિ પણ રૂંવાડે રૂંવાડે તેમની ભક્તિને ભવ્યભાવ પ્રસરી જાય. દ્રવ્ય અને ભાવ વડે તેમની ભકિત કરતા થઈ જવાય જેથી પાપનાશ અને મંગળ બંને સિદ્ધ થાય.
1 વિતરાગી-સરાગી 'सरागोऽपि हि देवश्चेत् । गुरुरब्रह्मचार्यपि । कृपाहिनोऽपि धर्मः स्यात्, कष्टं नष्टं हहा जगत् ।।
__ कलिकालसर्वज्ञ श्री हेमचंद्रसूरीश्वरजी म. અર્થ : સરાગી પણ દેવ તરીકે પૂજાય, અબ્રહ્મચારી પણુ ગુરુ તરીકે મનાય તથા દયાહીન ધર્મ પણ ધર્મ તરીકે લેખાય તે માટા કષ્ટની વાત છે કે આખું જગત નાશ પામી ગયું સમજવું.
જગતનો સર્વનાશ અટકી રહ્યો હોય તે તેમાં કારણભૂત, થોડાઘણા આત્માએ પણ સરાગીને નહિ પણ વીતરાગને જ દેવ તરીકે, અબ્રહ્મચારીને નહિ પણ બ્રહ્મચારીને જ ગુરુ તરીકે અને દયાશુન્યને નહિ પણ દયાયુકતને જ ધર્મ તરીકે સ્વીકારે છે.