________________
ઉત્તમ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ
૫૮૯ સમ્યકૃત્વ સમત્વભાવરૂપ છે, વિરતિ અધિક સમત્વભાવ સૂચક છે. અપ્રમાદ એના કરતાં પણ અધિક સમત્વભાવને સૂચવે છે. એથી આગળ અકષાયતા, અગીતાદિ ઉત્તરોત્તર અધિકાધિક હોવાથી અધિકાધિક નિર્જરાના હેતુ બને છે.
પરવરૂપ મુદ્દગલોને સ્વ-સ્વરૂપ અને સ્વસ્વરૂપ છને પરસ્વરૂપ જાણવા તે અસમત્વભાવ છે.
શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીપ્રરૂપિત ધર્મ એ ચાર મુખ્ય શરણાં છે. અને તે ચારેયમાં જીવને શરણ આપવાની અમાપ શક્તિ છે. માટે ચારના શરણું સ્વીકારમાં જ સહુનું એકાંતે હિત છે એમ જ્ઞાની પુરૂએ કહ્યું છે.
ઉત્તમ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ શ્રી જિનાગમ, જિન ચૈત્ય, જિનમૂર્તિ અને તેને પૂજનાર ચતુર્વિધ શ્રી સંધ એ ઉત્તમ દ્રવ્ય છે.
શ્રી શત્રુંજય ગિરિરાજ, શ્રી સમેતશિખર, શ્રી ગિરનાર આદિ ઉત્તમ ક્ષેત્ર છે. શ્રી પર્યુષણાદિ પર્વ ઉત્તમ કાળ છે. અને નમસ્કાર અને ક્ષમાપનાદિ ઉત્તમ ભાવ છે.
ક્ષમાપનાદિથી નમ્રતા, નમ્રતાદિથી પ્રભુતાદિ પિવાય છે. નમસ્કારના ત્રણ વિભાગ છેઃ (૧) દ્રવ્ય, (૨) ભાવ, (૩) તાત્વિક,
દ્રવ્યનમસ્કાર શરીર સંકોચરૂપ છે, ભાવ નમસ્કાર મનના સંકેચરૂપ છે. મનને સંકેચ સંભેદ અને અભેદ પ્રણિધાનરૂપ છે. અભેદ પ્રણિધાન એ તાત્વિક નમસ્કાર છે.
ધર્મનું પ્રયોજન એ ચિત્તશુદ્ધિ છે. અને તે ક્ષમાપનાદિ સિવાય અશક્ય છે. કાનાદિ વડે વ્યવહાર શુદ્ધ થાય છે.
પર્વને પામી કૃપણ દાતાર બને છે, કુશીલ સુશીલ બને છે, ત૫રહિત તપસ્વી બને છે, દયારહિત દયાળુ બને છે અને અવિરત વિરતિધર થાય છે, નિર્ગુણ ગુણવાન બને છે અને નિધમ ધમ બને છે.
ધર્મ એટલે દાન, શીલ, તપ અને ભાવ.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, ક્ષમા, નમ્રતા, સરળતા, શીલ, સંતોષ, દેવ-ગુરૂ-ધર્મ-સાધુ સાધર્મિક ભક્તિ આદિ ધર્મના અંગેનું શ્રદ્ધા સહિત પાલન કરવાથી બ્રહ્મચર્ય નિર્મળ થાય છે. અને ત૫ નિઃશલ્ય બને છે.