________________
૫૮૮
આત્મ-હત્યાનને પાયે જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે રાગ, દ્વેષ, મોહ જવાથી દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારનું વાચ્ય અનુભવાય છે.
રાગ, દ્વેષ અને મેહનું નિવારણ કરવાને ઉપાય દુષ્કૃત ગહ, સુતાનુદન અને શરણગમનમાં છૂપાએલે છે. એ ત્રણ ઉપાયનું સેવન જેમ-જેમ અધિક ભાવથી થવા લાગે છે, તેમ-તેમ રાગ, દ્વેષ, મેહ તથા વાત, પિત્ત, કફ ટળે છે તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર વધે છે અને તે ગુણને ધારણ કરનાર આત્મતત્વની સાથે એકતાનું અનુસંધાન થાય છે.
સમવાય કારણુવાદ વિશ્વ ઉપર પ્રભુત્વ પાંચ સમવાયનું છે. પાંચ સમવાય ઉપર પ્રભુત્વ શુભ ભાવનું છે. ચતુદશરણગમનાદિ, એ શુભભાવની આરાધના રૂપ છે. તેથી તે પાંચ સમવાય ઉપર પ્રભુત્વ ધરાવે છે.
વિશ્વ ઉપર કાબુ મેળવવા માટે પિતાની જાત ઉપર કાબુ મેળવા જોઈએ. પિતાની જાત ઉપર કાબુ મેળવવા માટે પોતાની પાંચ ઇન્દ્રિયો અને છઠું મન તેના ઉપર કાબુ મેળવવો જોઈએ.
અને મન ઉપર કાબુ ત્યારે જ આવી શકે કે જ્યારે સર્વત્ર વિલસી રહેલું ચૈતન્ય પિતાની શક્તિ વડે વિશ્વનું સંચાલન કરી રહ્યું છે, એ વાત સ્પષ્ટપણે હૃદયગત થાય.
વિશ્વસંચાલક પાંચ સમવાય પર જે શુભભાવનું પ્રભુત્વ છે, તે શુભ ભાવ કયો ? ચતુર શરણગમનાદિ વડે ઉત્પન્ન થતે શુભભાવ એ જ વિશ્વને સંચાલક છે, એ ભાવની ઉત્પત્તિ શ્રી અરિહંતાદિના આલંબને થાય છે. તેથી વિશ્વનાં સાચા પ્રભુ શ્રી અરિહંતાદિ ગણાય છે. પાંચ સમવાયનું તત્ત્વાશન પણ તેમની દયાની જ દેન છે.
સાધકને સર્વ પ્રકારના માંથી મુક્ત કરાવનાર પાંચ સમવાયનું તત્વજ્ઞાન છે. એ તત્વજ્ઞાન પૂરું પાડીને પ્રભુએ છાને (૧) પુરુષકારકના અહંકારી; (૨) ભાગ્યદેવના પૂજારી (૩) કાળને પરાધીન, (૪) નિયતિના ગુલામ, (૫) સ્વભાવના દાસ થતાં બચાવ્યા છે તથા પ્રત્યેક કારણને તેના સ્થાને ઘટતે ન્યાય આપીને સદા પ્રસન્ન રહેતાં શિખવ્યું છે.
ચિત્તને સમત્વવાની તાલીમ પાંચ કારણથી મળે છે. જેમ-જેમ સમત્વભાવ વધે છે, તેમ-તેમ કર્મક્ષય વધતું જાય છે.