________________
૫૮
આત્મ-ઉત્થાનને પાયે
વર્તમાન સાક્ષાત્કાર
આપણને જે કાંઇ દેખાય છે, તે જ ઈશ્વરનું' ચૈતન્યમય મધુરરૂપ છે. આપણું પ્રત્યેક દર્શન, તે એક પ્રકારના સાક્ષાત્કાર છે.
આપણે વિશ્વનું રૂપ જોઈએ છીએ, તે સાક્ષાત્કાર નથી, એમ માનવું તે જ અનાદિ વિભ્રમ છે.
આપણે નવું જ કાંઈ-આપણી કલ્પના મુજબનું જોવા, જાણવા અને અનુભવવા સદા મથીએ છીએ, એથી વર્તમાન-સાક્ષાત્કાર તિરોહિત થઈ જાય છે.
જે સામે છે, તે જ જોવા, જાણવા અને અનુભવવાનુ` છે. કલ્પનાથી કલ્પિત નહિ. આપણી સામે જે કાંઇ છે, તે જ વિશ્વ કે તેના અ ́શ છે. અને તે જ સત્, મધુર, રમ્ય, મનેાહર અકાલ્પનિક છે.
આજનું જગત જે કેવળજ્ઞાની ભગવંતા સામે છે, તે જ આપણી સામે છે. કેવળજ્ઞાની ભગવંતા જે છે, તે જુએ છે. તેમને દેશ–ભેદ કે કાળ–ભેદ નથી. દેશ-કાળ-ભેદ આપણી કલ્પના માત્ર છે.
સતત ચાલુ એવા સાક્ષાત્કારને આપણે જ્યારે સાક્ષાત્કારરૂપે સમજીએ છીએ, ત્યારે જે આદ્રતા આવે છે, જે સમત્વના અનુભવ થાય છે, તે વાણીના વિષય નથી, પરંતુ અનિવ ચનીય આનન્દના વિષય છે.
દરેક વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના સત્સ્વરૂપે સાક્ષાત્કાર થઈ રહ્યો છે, તે કેટલા મધુર છે, એનાથી કાંઈક જુદી જ વસ્તુ આપણે શા માટે અખવી જોઈએ ? આવી ઝંખના તે જ અપૂણુતા છે. અને વધુ ઊંડા ઉતરીને વિચારીએ તે એવી અ`ખનારુપ અપૂર્ણતા પણ, પૂર્ણ વસ્તુ-સ્વરૂપથી જુદી નથી, તે પણ આત્મ સ્વરૂપ જ છે.
જગતમાં એવી કઈ વસ્તુ છે, કે જે દ્રવ્યથી સ'પૂર્ણ, પરિપૂર્ણ' અને સાથેજ પર્યાયથી અસંપૂર્ણ અને અપરિપૂર્ણ ન હોય ?
જે જગત આપણી સામે છે, તેને તે સ્વરુપે જ સ્વીકારવાથી અને પરમ મંગળરૂપે આરાધવાથી તેની પરમ મંગળમયતા અનુભવાય છે. તેની પાછળ રહેલી સુવ્યવસ્થા, ન્યાયપૂર્ણતા અને ઉર્ધ્વ ગામિતા તથા પરમ તત્ત્વની અચિત્ત્વ શક્તિ યુતતા, દયાળુતા, પરમાથ તા વગેરેના અનુભવ થાય છે.
સત્ય, દયા, ન્યાય વગેરેની અનુભૂતિ એ જ પરમાથ થી ઇશ્વરાનુભૂતિ છે. ઈશ્વર સત્યસ્વરુપ, દયામય અને ન્યાય સ‘પન્ન છે, એવી પ્રતીતિ થઈ, તે જ પૂર્ણતાની અનુભૂતિ છે.