________________
રાગ, દ્વેષ અને મોહ નિવારણ
૫૮૭ ભાવિ પર્યાય તે જ ખરું કારણ છે. આવતી કાલે જે પર્યાયે થવાના છે, તે આજના પર્યામાં કારણભૂત છે. આવતી કાલે જે પર્યાય થવાના છે, તે જ રીતે આપણે આજે વર્તીશું. એ રીતે વર્તવા માટે જ વિશ્વનું આપણુ પર દબાણ હશે.
સમગ્ર વિશ્વ સુસ્થિત રહેતું હોય, તે તેને પ્રત્યેક પર્યાય નિયત હો જ ઘટે. પ્રત્યેક પર્યાયને જે નિયત ન માનવામાં આવે, તે કેવળજ્ઞાન ઘટે નહિ.
કેવળજ્ઞાન એટલે જ કમબદ્ધ ઉત્પાદ, વ્યય એવા ધ્રુવ વિશ્વનું જ્ઞાન.
જગત, કેવળી ભગવંતના જ્ઞાનને પરતંત્ર છે. એ અપેક્ષાએ કેવળી ભગવંતે જગતના ત્રિભુવનના સ્વામી, અધિપતિ અને ઈશ છે.
એ રીતે વર્તમાનનું કારણ, સમગ્ર ભાવિ કાળ છે. તથા જીવન સર્વ સંસારી પર્યાનું કારણ સિદ્ધ પર્યાય છે.
કેવળી ભગવંતે દીઠું હોય તે થાય એ વાકયમાં ઘણું ઊંડું રહસ્ય છે. તેથી નિવૃત્તિરૂપ સમતા (નિશ્ચિતતા) સધાય છે.
જીવ સ્વતંત્ર છે, એનું રહસ્ય પ્રવૃત્તિરૂપ સમતામાં છે. આ તત્ત્વજ્ઞાન પચવાથી જીવ હર હાલતમાં આનંદમગ્ન રહી શકે છે.
રાગ, દ્વેષ અને મેહ નિવારણ રાગ નામને છેષ, પિતાના તેને દેખવા તે નથી. દુકૃત-ગહ રાગ-દેષની પ્રતિપક્ષી છે. શ્રેષ–દેવ બીજાના ગુણને દેખવા દેતો નથી. સુકૃતાનુ મેઇન હેપ દોષનું પ્રતિપક્ષી છે. મેહ-દોષ આત્માના હિતનું જ્ઞાન અને તે મુજબ વર્તન કરવા દેતા નથી.
શ્રી અરિહંતાદિનું શરણગમન મેહદેજનું પ્રતિપક્ષી છે. શરણગમન આજ્ઞાપાલન રૂપ છે. આજ્ઞાપાલન પૂજન, સ્તવન, યાન અને વ્રત-નિયમના આરાધનરૂપ છે.
દુષ્કૃત ગહ ત્રણ યુગ, ત્રણ કરણથી થવી જોઈએ સુકૃતાનુમોદન સાત ધાતુ-દશ પ્રાણુથી થવું જોઈએ.
શરણગમન સાડા ત્રણ કરોડ રેમ અને અસંખ્યાત પ્રદેશથી થવું જોઈએ. તેથી જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણે ગુણની નિમળતા સધાય છે.
રાગ ટાળવાથી વાત-વિકાર શમે છે. દ્વેષ જવાથી પિત્ત-વિકાર શમે છે. મેહ જવાથી કફ વિકાર શમે છે.