________________
. ૫૭૭
૫૭૭
આત્મસુખને ઉપાય
આત્મસુખનો ઉપાય સિદ્ધ દશા એટલે કેવળ આત્માને આનંદ.
આત્માને સ્વ-સન્મુખ ઉપગ અને વીર્ય એ જ તારક છે. વીર્ય અને ઉપગ એ જ્ઞાન અને આનંદ સહિત જ હોય છે.
આત્મા પોતે સ્વવીય વડે શુદ્ધ પગનું સર્જન કરીને સિદ્ધિને પામે છે.
અનુકૂળતા એ જ આનંદ છે, રાગમાં આકૂળતા છે, જ્ઞાનમાં અનાકૂળતા છે, રાગ કઠોર છે, જ્ઞાન કેમળ છે. કઠોરતાને નાશ કોમળતા વડે થાય છે.
દ્રવ્યાનુગમાં છ દ્રવ્યનું સ્વરૂપ બતાવ્યું છે અને તેમાં શુદ્ધાત્માનો મહિમા બતાવ્યું છે, તેમજ તેને અનુભવની રીત પણ બતાવી છે. નિશ્ચય-વ્યવહારને જાણી, નિશ્ચય સ્વરૂપમાં આરૂઢ થવાથી આ અનુભવ થાય છે.
કરચના શાશ્વત છે, તેમ તેને વર્ણવનાર શાની પરંપરા પણ અનાદિ અનંત છે. અને તેનું જ્ઞાન કરનાર છે પણ શાશ્વત છે.
શબ્દ, અર્થ અને જ્ઞાન-ત્રણે સાથે રહેનારી વસ્તુઓ છે.
ચારે અનુયાગ દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજી શુદ્ધાત્માનું ધ્યાન કરવું, એ ઉપદેશ માત્રને સાર છે.
વીતરાગ સ્વરૂપ અને શુદ્ધાત્માનું સ્વરૂપ એક જ છે.
આત્માના શુદ્ધ વીતરાગ સ્વરૂપમાં દૃષ્ટિની-ઉપગની એકાગ્રતા સાધવી એ શુદ્ધ ઉપદેશનો સાર છે.
યુદ્ધોપચોગ એટલે વીતરાગ સ્વરૂપમાં આત્માને જડવો. તેથી સમ્યગ્દર્શનાદિ ગુણે પ્રગટે છે.
શુદ્ધ-દષ્ટિ આત્માના પૂર્ણ સવરૂપને જેનારી છે. શાસ્ત્રોનું સાચું રહસ્ય સમજવા માટે પૂર્ણ દષ્ટિ કેળવવી જોઈએ.
શુદ્ધો પગ એટલે વીતરાગ સ્વરૂપમાં આત્માને જોડવો. તેથી સમ્યગ્દર્શનાદિ ગુણે પ્રગટે છે.
અણુવ્રત, મહાવ્રતનું આચરણ પણ ચૈતન્ય સ્વભાવનો અનુભવ કરવાનું સાધન માત્ર છે. જનરંજન છોડીને જિનરંજન કરવું જોઈએ. જિનરંજન તે આત્મરંજન છે.
આત્મરંજન આત્માના અનુભવ વડે શક્ય છે. તે માટે જોક્ત માર્ગ છોડીને જિક્ત માર્ગને અનુસરવું જોઈએ.
અ. ૭૩.