________________
આત્મસુખના ઉપાય
૫૮૧ શ્રુતનું લક્ષણ અનેકાન્ત છે. અનેકાન્તનું લક્ષણ છે કે દરેક પદાર્થ સ્વરૂપથી છે પણ પર રૂપથી નથી.
મતિ વસ્તુની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે. શ્રુતજ્ઞાન વસ્તુની પૂર્ણતાને સિદ્ધ કરે છે. ક્ષણિક પર્યાયમાં વિકાર છે. વૈકાલિક વસ્તુ અવિકારી છે. સ્વભાવને ઓળખી કષાય ભાવથી આત્માને બચાવે એ ખરી સ્વાદવાદિતા છે. સ્નેહપરિણામ
કષાયના નિમિત્તો ઉપર વિજય, નેહ પરિણામથી સધાય છે. આ સ્નેહ પરિણામ શુદ્ધાત્મ સ્વભાવ છે. તેને ઓળખીને અપનાવવાથી દયાવંત બનાય છે.
વસ્તુને પરાધીન માની કર્તુત્વબુદ્ધિ અને રાગ-દ્વેષ કરવા તે ભાવહિંસા છે, કારણ કે તેનાથી સ્વભાવ ડહોળાય છે. તેને તિરસ્કાર થાય છે.
શરીરથી ભિન્ન અને પુણ્ય-પાપથી પર એવા શાન સ્વભાવથી આત્માને અનુભવ તે સામાયિક છે.
જ્ઞાન પણે પરિણમવું તે મોક્ષનું કારણ છે. પુણ્યવડે પરિણમવું તે નહિ.
પુણ્યની ખાતર મોક્ષમાર્ગને અવગણવે તે રાખ માટે ચંદનના વનને ભસ્મસાત કરવા જેવું છે, એક દેશને માટે રત્નના હાર તેડવા જેવું છે, એક કાંકરા માટે કે કાચના ટુકડા માટે ચિંતામણિ રતનને ફેંકી દેવા જેવું છે.
ચિદાનંદ તત્વને આશ્રય છોડીને પુણ્ય તત્વને આશ્રય લે, તે પણ તેવું જ અવિચારી કૃત્ય છે.
મોક્ષને માર્ગ આત્માના આશ્રયે છે. પુણ્યના આશ્રયે ચૈતન્યભાવ અને રાગભાવ વચ્ચે ભેદ જ્ઞાન કરીને એક ચૈતન્યને જ આશ્રય લે અને રાગને આશ્રય છોડ તેમાં જ સાચી વિદ્વત્તા અને સાચી શાસ્ત્રજ્ઞતા છે.
આકાશની અનંતતા કરતાં પણ જ્ઞાનસ્વભાવની અનંતતા મેટી છે. તેવા મોટા જ્ઞાન સ્વભાવવાળા આપણે છીએ.
વ્યક્તિ પોતે આ સ્વભાવમાં રહેવાને બદલે કંઈક બીજુ મેળવવા મથે છે. એટલે આપમેળે ગુલામી વહારીને દુઃખી થાય છે. કારણ કે સાચું સુખ પરવસ્તુ આપી શકતી નથી, સ્વ વસ્તુ સ્વરૂપ આત્માને સેવવાથી જ તે મળે છે.
આત્મસ્વરૂપની શોધને જીવનસાધના બનાવવામાં માનવભવની સાર્થકતા છે. જવાના સ્વભાવવાળા સર્વ પદાર્થોને છેડી દઈને કાયમ રહેવાના સ્વભાવવાળા આત્માની શોધ માટે શુદ્ધ મન એ શ્રેષ્ઠ સાધન છે. અને નામજપ એ પ્રબળ શક્તિ છે.
આ રીતે વિચારવાથી આત્માના સ્વરૂપનું અચિત્ય સામર્થ્ય અને અશ્વર્યના ભક્તા બનીને અજરામર પદના અધિકારી બનીશું!