________________
તરવઅચ
૫૮૩
તત્ત્વચિ
સુગુરુને સમાગમ-નિશ્રાની પ્રાપ્તિ-મહા પુણ્યના ઉદયે થાય છે. સુગુરુ એ તે અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાતા જીવની આંખ છે.
સુગુરુના ઉપદેશ દ્વારા જીવ, ધર્મને માર્ગ જાણી શકે છે. અને તે માર્ગ પર ચાલવાની શ્રદ્ધા કેળવી શકે છે.
સુગુરુના શ્રીમુખે શ્રી સિદ્ધચાનું સ્વરૂપ જાણી-સમજી-સ્વીકારીને, શ્રદ્ધાપૂર્વક તેનું દયાન કરવાથી તડકામાં ઊડી જતાં ભેજની જેમ, પાપને ભેજ ઉડી જાય છે. પુણ્યને પ્રકાશ પ્રગટ થાય છે.
ધન, પિતાનું પિતાને લાભકારી છે, જેને મેળવવા માટેનો પ્રારંભ સ્વાર્થથી પ્રેરાઈને થતે હેથ છે.
જ્યારે “ધમ સર્વ માટે છે, સર્વને લાભ કરનાર છે. પરને પમાડાતે “ધર્મને લાભ પોતાના ખાતામાં જમા થતું હોય છે, એ યાદ રાખો !
તત્વરુચિ એટલે સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શન અને જ્ઞાન એટલે સર્વ જીવોને જીવ તત્ત્વ તરીકે જોવા તેમજ તે તત્વનું જ્ઞાન પામવું તે. જેના પ્રકાશક શ્રી તીર્થંકર પરમાત્મા હોય છે.
જીવમાં શક્તિ અચિત્ય છે. જીવનું હિત ચાહવાથી તે આપણને શિવપદ સુધી પહોંચાડી શકે છે. અને અહિત ચાહવાથી નર-નગર સુધી હડસેલી શકે છે.
સમ્યગ્દર્શનમાં પ્રથમ જીવનું ગાન એટલે જીવ છે. અનાદિકાળથી જીવ નિત્ય છે. કર્મને કર્તા તેમજ ભક્તા છે. | ગુપ્તદાનનું, ગુપ્ત શીલ અને શુભ ભાવનું ફળ પણ મળવાનું છે. કારણ કે કર્મ, ર્તાનું જ અનુકરણ કરે છે. અને કર્તા જીવ હોય છે. એ પહેલાં આપણે જાણી લીધું.
સમ્યગ્દર્શન, આપણને જીવના અસ્તિત્વનું જ્ઞાન કરાવે છે. જીવ સદા કર્મબંધ કરી રહ્યો હોય છે. નિદ્રા કાળે પણ કર્મબંધ ચાલુ રહે છે.
સર્વ જીવોનાં કર્મો ભિન્ન ભિન્ન હોય છે. કર્મોની આ ભિન્નતાના કારણે, એક જ પિતાના બે પુત્રો પણ રૂપ-રંગ-આયુષ્ય આતિમાં સમાન નથી હોતા.
જીવનાં અસ્તિત્વમાં શ્રદ્ધાપૂર્વકના શાનથી મિથ્યાત્વની ગાંઠ છૂટી જાય છે.
જીવ છે, જીવ કર્મને કર્તા અને ભક્તા છે, કર્મોને દૂર કરીને જીવ મેક્ષમાં જાય છે. ગયા છે. જવાના છે.