________________
૫૮૨
આત્મ-ઉત્થાનને પાયે
પુગલ અને જીવનો સ્વભાવ પુદગલમાં સુખ આપવાને ગુણ નથી. જીવમાં સ્વરૂપથી દુઃખ આપવાને સ્વભાવ નથી. સુખ ઉપર રાગ અને દુખ ઉપર હેવ એ વિકૃત સ્વભાવની પરિણતિ છે.
પુદગલમાં સુખ આપવાની શક્તિ છે, એ ભ્રમ છે. એનું નિવારણ જેમ શ્રી જિનવચનથી થાય છે, તેમ જીવમાં દુાખ આપવાને સ્વભાવ છે, એ ભ્રમનું નિરસન પણ શ્રી જિનવચનથી થાય છે.
જીવ ઉપર દ્વેષ થવાનું કારણ જીવમાં દુમનબુદ્ધિ છે. પુદગલમાં દમન બુદ્ધિ નથી, તેથી શ્રેષભાવને સંભવ નથી.
પુદ્ગલ ઉપ૨ રાગ થવાનું કારણ, તે સુખનું સાધન છે-એવી ભ્રાંતિ છે. એ બ્રાંતિ નિવારવા માટે પુદગલના સ્વભાવનું ચિંતન કરીને વૈરાગ્ય કેળવા જોઈએ.
જીવ ઉપર દ્વેષ થવાનું કારણ, જીવમાં દુમનબુદ્ધિ રહેલી છે. આ દુષ્ટ બુદ્ધિના નિવારણ માટે જીવ કમને વશ છે, એ વિચારીને મૈત્રીભાવ કેળવો જોઈએ.
સ્નેહભાવ એની ટોચે પહોંચે છે, એટલે તેષભાવને અંત આવે છે.
પુદગલમાં ભાવ એની ટોચે પહોંચે છે, એટલે રાગભાવને અંત આવે છે. તેમાં શ્રી જિનવચન સહાયક થાય છે તેથી ભક્તિ પેદા થાય છે. એ ભક્તિ શ્રી જિનેશ્વર ભગવંતેનું ધ્યાન કરાવવામાં કારણભૂત થાય છે, તેથી મુક્તિને હેતુ બને છે.
મુક્તિને હેતુ શ્રી જિનધ્યાન છે. શ્રી જિનધ્યાનમાં હેતુ, શ્રી જિનવચનનો વિચાર છે.
શ્રી જિનવચનને સાર, પુદગલ પ્રત્યે માધ્યચ્યભાવ અને જીવ પ્રત્યે નેહભાવ કેળવે તે છે. એનું જ નામ સામાયિક છે.
સામાયિકને “સામ” શબ્દ મૈત્રીવાચક છે, “સમ શબ્દ માધ્યમ્ય વાચક છે અને સમ્મ” શબ્દ એ બંનેના સંગને વાચક છે.
માયસ્થભાવ એ ખીર છે. મધુરભાવ એ ખાંડ છે, એ બેને સંગ સમભાવ કરાવે છે.
સામાયિકના ત્રણે અર્થોની સાર્થકતા એ રીતે જ્ઞાન દર્શન ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધનામાં છે.