________________
આત્મસુખને ઉપાય
જ્યાં સમ્યકત્વાદિ છે, ત્યાં સુખ છે અને મિથ્યાત્વાદિ છે, ત્યાં દુખ છે.
સુખ અને દુખ, સંગ અને વિયેગમાં નથી, પણ છવની આકુળતા અને નિરાકુળતામાં છે.
દેહ અને રાગાદિમાં એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ છે.
આત્મામાં એકત્વ બુદ્ધિ તે સમ્યકત્વ છે. શુભ વિકલ્પરૂપી રાગથી સ્વર્ગ મળે. પણ આત્મા ન મળે. આત્મા નિર્વિકલ્પરૂપી જ્ઞાનથી મળે. સંસારનું મૂળ
હું જ્ઞાનસ્વરૂપ છું, એ ભૂલીને, હું રાગવિકલ્પરૂપ છું અને શરીર સ્વરૂપ છું, એવી બુદ્ધિ તે સંસારનું મૂળ છે.
જીવ જ્ઞાનસ્વરૂપ છે, શરીર જડ છે, બહારની બધી અનુકૂળતા હોય, પણ અંતલંકય ન હોય તે સમ્યગ્દર્શન ન થાય.
પ્રતિકૂળતા વચ્ચે પણ અંતરમાં હું જ્ઞાનસ્વરૂપ છું, એવું લય હોય તે સમ્યગ્દર્શન થાય.
આત્મા કેવો છે? દેહથી ભિન્ન, ચૈતન્ય સ્વરૂપ તમાં ઉપાદેયતત્વ, નિશ્ચયથી શુદ્ધજીવતત્ત્વ છે.
દેહબુદ્ધિ ક્યારે છૂટે? ઉપગ સ્વરૂપ આત્માને અનુભવ કરે ત્યારે. પરથી ભિન્નતા અને સ્વરૂપથી પૂર્ણતા જાણીને સ્વમાં કરે ત્યારે સુખને આસ્વાદ અનુભવે. આ આસ્વાદ જીભના સ્વાદથી સર્વથા નિરાળો છે. કલ્પનાતીત વાત્સલ્યરૂપ છે. આત્માની પ્રીતમાં પાવરધા પ્રભુની દુનિયાને પૂરે સ્વાદ ચખાડનાર છે.
જ્ઞાન અને આનંદ કેવળ આત્મામાં છે. દેહમાં કે રાગાદિ વિકલ્પમાં નથી. આત્માને અનુભવ વડે જાણી શકાય છે.
શ્રી અરિહંત, સિદ્ધ વગેરેની સાચી ઓળખ કયારે થાય? ઉપયોગ સ્વરૂપ આત્માને ઓળખે ત્યારે.
આત્મા સદા ઉપયોગ વડે જીવે છે. માત્ર દેહ અને રાક વડે નહિ.
મિથ્યાત્વ છોડીને સમ્યકત્વ અંગીકાર કરે, ઉપયોગ દ્વારા આત્માને શરીરથી ભિન્ન માને ત્યારે સમ્યફવ સહિત સામાયિક પ્રતિક્રમણાદિ ક્રિયા ધર્મસ્વરૂપ બને છે. સમ્યગદર્શન એટલે આત્મ-સાક્ષાત્કાર, વ્યક્તપણે આત્માનું સ્વસંવેદન.
ઈદ્રિય અને મનથી જે પરમાં એકાગ્ર થાય છે, તેને ફેરવીને મતિજ્ઞાનને સ્વમાં એકાગ્ર કરવાથી આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે. તે પ્રગટ અનુભવને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહેવાય છે.