________________
૫૭૪
આત્મ-હત્યાનનો પાયે ર વ્યક્તિ પિતાપિતાના નાના-નાના સ્વમાં એવી અટવાયેલી છે કે એને પેલા મહાન સ્વને પત્તો જ લાગતું નથી. તેથી સમાધિ દ્વારા આત્મસાક્ષાત્કાર પામનાર પુરુષ પરમ ભાગ્યશાળી મનાય છે.
વ્યવહારમાં પતિ-પત્ની કે માતા-બાળકે વચ્ચે એક જાતનું તાદાત્મ્ય હોય છે અને એકબીજા માટે અવસરે જીવન ભેચ્છાવર કરી શકે છે, પણ ત્યાં બાકીના બધા જીવ પ્રત્યે અણગમો પણ હોઈ શકે છે.
માતાને મન એનાં બાળકે સર્વસ્વ છે, અને તેમની ખાતર આખા વિશ્વ સામે એ ઝઝુમી શકે છે. પતિ-પત્ની માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. એક તરફ પિતાનું પ્રેમીજન અને બીજી તરફ આખું વિશ્વ.
ધાર્મિક કાર્ય માટે આ નિયમ નથી. કેઈ વ્યક્તિ ધાર્મિક કાર્ય કરે છે ત્યારે તે એકની સાથે તાદમ્ય સાધે છે, તે પણ બીજાએ તરફ વિમુખતા આવતી નથી.
કેઈ વ્યક્તિ પાણીમાં ડૂબી રહી હોય કે કોઈ વ્યક્તિ બળતાં ઘરમાં સપડાઈ ગઈ હોય, ત્યારે બીજી વ્યક્તિ તેને બચાવવા માટે પાણી કે આગમાં કૂદી પડે તે તે વખતે આપદ્રગ્રસ્ત વ્યક્તિ સાથે એનું તાદાભ્ય સધાય ખરું, પણ સાથે સાથે આખા વિશ્વથી વિમુખ નથી બનતું.
વિવિધતાવાળા વિશ્વમાં પણ એટલીવાર તેને આનંદનું દર્શન થઈ જશે! એ પળમાં વિશ્વનું વાસ્તવિક અને મૂળ સ્વરૂપ તેની સામે આવી જશે. ભેદભાવથી ક્ષણવાર માટે તે પર બની જશે. સાચા ધાર્મિક કાર્યની આ સૌથી મોટી ઓળખાણ છે.
દુનિયામાં ધર્મને પ્રચાર અને પ્રસાર જેને ઈષ્ટ હોય, તેઓએ અહિંસાદિયમે કે જેને માટે સમગ્ર વિશ્વનું એકમાત્ય છે. તેને જ પ્રચાર અને પ્રસાર મુખ્ય બનાવ જોઈએ. પૂજા-પાઠ-ઉપાસના અને ધર્મશાસ્ત્રો બધાની સાર્થકતા તેમાં રહેલી છે.
ઉપાસ્ય તત્વની અવહેલના તે આ જીવને અનાદિકાળથી કઠે પડેલી છે. આત્મ૫મ્ય દષ્ટિ વડે તેને ભેદવામાં આ માનવભવની સાર્થકતા છે. પછી આત્મસાક્ષાત્કાર વાભાવિક ક્રમે પ્રગટે જ છે. અને તારિક વિવૈકય અનુભવાય છે.
અશુભની સામે શુભનું બળ ઘણું છે. આ વિશ્વમાં અશુભ ઘણું છે, તે શુભ પણ ઘણું છે. પંચ પરમેષ્ઠિ ભગવંતને શુભ ભાવ એટલે બધો પ્રબળ છે, કે તેની સામે અનંતાનંત જીવનું અશુભ એકઠું થાય, તે ૫ણુ પ્રચંડ દાવાનળની આગમાં ઘાસના તણ તુય છે.