________________
૫૭૦
આત્મ-ઉત્થાનને પાયે મંત્રજાપ માહાભ્ય
મંત્રના શબ્દમાં પ્રાણને વિનિયોગ થતાં મન અને બુદ્ધિનું પ્રાણ તત્વમાં રૂપાંતર થાય છે. શ્વાસ-પ્રશ્વાસ મનની જ ક્રિયારૂપ બની જતાં મનના સંકલ્પ-વિકલ્પ શમી જાય છે. મન, મંત્ર અને પ્રાણ ત્રણેની એક્તાને અનુભવ થાય છે.
આહત પ્રાણ અને આહત વનિ, અનાહત પ્રાણ અને અનાહત વનિમાં લીન થતાં આત્મશક્તિ આવિભૂતિ થાય છે, તેમ થતાં મંત્ર દેવતા અને મંત્રસાધક વચ્ચે ભેદને છેદ થાય છે.
તાવિક મંત્રદેવતા આત્મગત પરા–પયંતી છે અને તે શક્તિ જ સાધના ગક્ષેમ કરે છે. સ્વયં સિદ્ધ શ્રી સિદ્ધચક્ર યંત્ર
નવ-પદમાંથી અનાહતમાં જવાનું છે. નવે પદ સવિકલ્પ છે.
અનાહત નિર્વિકલ્પ છે. અનાહત, પયંતી દ્વારા જ્યારે ભૂમધ્યને પ્રાપ્ત થાય, ત્યારે જ તેની દેવ સંજ્ઞા છે.
દેવ” એટલે ગક્ષેમને વહન કરનાર દિવ્ય આત્મશક્તિ.
અનાહત પૂજથી પણ પૂજાય છે. તે આત્માની પોતાની પર્યાવી-પરા છે. તેથી તે બધાં જ પૂજ્ય પમાં અનુગત છે. પૂજ્ય પમાં અનુસંધયેય જે આત્મશક્તિ તે સર્વત્ર અનુગત જ હોય છે.
યંત્ર તે એક જાતનું ચેતના ચક છે. જેની ગતિ કેન્દ્રગામી છે. બધાં જ યંત્ર કેન્દ્રમાં લઈ જવા માટે છે. કેન્દ્ર તે આત્મા અથવા આત્મશકિત પોતે જ છે. તેને જિન, શિવ, શક્તિ, નિરંજન, બુદ્ધ આદિ પદથી લક્ષિત કરવામાં આવે છે.
મંત્રમંત્રાદિ બધાં જ સાધને માં જ્યારે આત્મશકિત આંદોલિત થાય, ત્યારે જ તે અથક્રિયાકારી બને છે.
વિદ્યાપ્રવાહના રહસ્યભૂત સિદ્ધચક્રમાં દેવતાઓનું પ્રયજન વિશાળ છે.
દેવતાઓ, દેવાધિદેવની બાહા શક્તિ છે. દેવતાઓની તે શક્તિથી દેવાધિદેવની દિવ્યતાનું ભાન થાય છે.
અ–પરમાત્માની દેવતાએગત જે શક્તિ, તેને સૌ પ્રથમ સમજવાથી જ પૂજ્ય પદેની શક્તિને જાણી શકાય છે. તેથી દેવ-દેવીઓનું મંડળ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
દરેક દેવતા પદને લક્ષ્યાર્થ શોધ જોઈએ. નવગ્રહ કે નવ નિધાન કોઈ સામાન્ય વસ્તુઓ નથી.