________________
નાદ
૫૩૩
વૈખરી સ્વયં પ્રાણવૃત્તિરૂપ છે. જ્ઞાનમય તેજનું માતાની જેમ જનન-પાલન-શોધન કરનારા હોવાથી “માતૃકા' કહેવાય છે. આત્માની તે “પરમતિ ” છે.
૧. વૈખરીનું ઉપાદાન સ્થૂલ પ્રાણવૃત્તિ છે મધ્યમાનું ઉપાદાન બુદ્ધિ છે. તે સૂમ પ્રાણમાં રહે છે. તેમાં કમ છે. મધ્યમાને આધાર સૂથમ પ્રાણ છે. વૈખરી અને પશ્યતીની હેવાથી તે “મધ્યમા” છે.
૨. મધ્યમા વાણી-અંતઃ સંક૯પમાન ક્રમ યુક્ત અને જેના વર્ણોની અભિવ્યક્તિ શ્રેત્રગ્રાહ્ય નથી, તેવી હોય છે.
૩ પયંતીવાણુ–સ્વ પ્રકાશા, સંવિક્રૂપા, ક્રમ રહિતા અને વાગ્ય–વાચક વિભાગ ૨હિતા છે. તેમાં દેશ, કાળકૃત કર્મ નથી, છતાં કવિવર્ત શક્તિ તે છે જ,
૪. પરાવાણી તે અષ્ટવર્ગમાં વિભક્ત છે. હૃદયગ્રથિને ભેદ છે, સંશયને છેદે છે અને જ્ઞાનાવરણાદિ કર્મોને ક્ષય કરે છે.
દ્રવ્ય-વાણી શબ્દ પુદગલના સમૂહરૂપ છે. પર્યાયવાણી નિનાદ-વનિરૂપ છે. તે સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષરરૂપ વૈખરી છે. ભાવવાણી વ્યક્તિ અને શક્તિરૂપ છે. વ્યક્તિરૂપ મધ્યમાં ઉપગરૂપ છે. વૈકલ્પિક મતિરૂપ છે. શ્રોત્રગ્રાહ્ય વાણનું કારણ છે.
શક્તિરૂપ પશ્યની વાણી લબ્ધિરૂપ છે અને વાણીના વેદનને આવરનાર કર્મોના ક્ષપશમરૂપ છે.
શ્રુતજ્ઞાન અનંત, અપાર વિસ્તીર્ણ-દૂરવગ્રાહ સ્વયંભૂરમણ સાગરરૂપ છે. છતાં માતૃકાના ધ્યાનથી સુખે પાર પામી શકાય છે. માતૃકાના સદા કાળ અસ્તિત્વ ધરાવે છે, તેથી અનાદિ સંસિદ્ધ છે.
તો વળ નામાના ” છે. નમઃ સિદ્ધ. આ મંત્ર અનાદિ સિદ્ધ વર્ણમાળાને નમસ્કારરૂપ છે. માતૃકાને જાપ જપનારને રસાયણદિના સંપૂર્ણ ગુણ મળે છે. કહ્યું છે કે'जापाज्जयेत् क्षयमरोचकमग्निमांद्यम् कुष्ठोदरामकसनश्वसनादि रोगान् ।'
સમસ્ત વર્ણમાળાની લિપિ મૂળમાં એક જ છે અને તે બિંદુરૂપ છે. ભૂમિતિના નિયમ મુજબ બિંદુમાંથી રેખા, વૃત્તાદિ બને છે.
નમ રિ પ્રfન તેને નિવૃત્તિઃ વૃત્ત=વર્તન-વૃત્તિ, તેનું નિવર્તન પ્રણિપાત વડે થાય છે.
“વિત્રતીકં મનો નમઃ” અર્થાત્ નમસ્કાર એ તિરસ્કારનું વિપરીતીકરણ છે. વિપ્રતીય રૂ૫ છે.
- તિરસ્કાર માન કષાયમાંથી ઉત્પન્ન થાય છે. નમસ્કાર તેને જેર કરે છે. તે સર્વોત્કૃષ્ટ શુભ વૃત્તિ છે. માન સાથે રહેનારી ક્રોધિવૃત્તિ, લેભવૃત્તિ સર્વને એકી સાથે વિલય કરે છે.