________________
મનવશીકરણ
પપ૯
મન એટલે એકત્ર કરેલા સંસ્કાર, શુભાશુભ વાસના. વાસના અને સંસ્કાર એ અનુભૂત શબ્દરાશિ સ્વરૂપ છે.
આણુ જેટલા મનને વશ કરવાનું કામ સમુદ્રને શેષવા કરતાં કે મેરૂનું ઉન્મેલન કરવા કરતાં પણ દુષ્કર છે. સ્વાધ્યાય જપથી તે સુકર-સરળ છે. મંત્ર વિજ્ઞાન વડે તે સહેલાઈથી વશ થઈ શકે છે.
કાંટા વડે કાંટાની જેમ વિશિષ્ટ શબ્દો વડે શુભાશુભ વાસનાઓના પુંજરૂપ મનને જીતી શકાય છે.
પ્રત્યેક યંત્રના મૂળમાં એક ચક્ર સાથે “નિયામક” (Regulator) અને “રોધક (Break) હોવાં જોઈએ. ન હોય તે હાનિ થવા સંભવ છે.
તે જ રીતે, મનરૂપી ચક્રથી જે વ્યવહાર કરવાનું છે, તેમાં પણ તેને આપણી ઈચ્છા અનુસાર સંચાલન અને નિરોધ કરવાની શક્તિ હેવી જોઈએ.
મનરૂપી ચકને ધીચક પણ કહે છે. તેના આધારે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તાવસ્થાને વ્યવહાર ચાલે છે. મનની શક્તિ
મન એ વાસના પુજરૂપ હોવાથી સતત ગતિમાન છે, તેના ઉપર બ્રેક ન હોય તે અર્થાત્ ચિત્તવૃત્તિઓ સંયત ન હોય તો તે, આહારાદિ સંજ્ઞાને આધીન રહે છે. રાતદિવસ પશુવત રખડપટ્ટી કર્યા કરે છે.
અસંયત મન એટલે જીવાત્માને અવશીભૂત મન, મનની ગુલામી. ચિત્ત સતત વેગવાન હોવાથી અશાત રહે છે. અશાતિ એ જ દુઃખ છે. સંયત ચિત્ત વડે વાસ્તવિક સુખને અનુભવ થઈ શકે છે.
સ્કૂલ અને સૂક્ષમ તત્તમાં સર્વ શ્રેષ્ઠ તત્વ મન છે. તેને વશ કરવાથી વાણું આદિ ઈન્દ્રિયે વશ રહે છે. “નિત ક7 ન? મનો ૬િ ચેન ? જગત કોણે જીત્યું? જેણે મનને જીત્યું, એણે જગતને જીત્યું.
સુખદુઃખજન્ય રાગ-દ્વેષાત્મક વૃત્તિઓ જાગે છે, ત્યારે સ્વ-સ્વ ભાષાને અનુરૂપ શબ્દ ફુરણકાર સંક૯પ વિકલ્પ થાય છે.
ભોગેન્સુખ સંકલ્પ પદાર્થો મેળવવા માટે તે-તે ઈન્દ્રિયોને પ્રેરે છે. દુર્બળ સંકલ્પ હોય તે શાન્ત થઈ જાય છે. એ રીતે દિવસ-રાત સાર્થક અને નિરર્થક સંકલ્પ– વિકલ્પ ઊઠતાં જ રહે છે. અને ઘાણીના બળદની જેમ જીવને ભમાવ્યા કરે છે. વધારે શબ્દજ્ઞાન તેમ વધારે ગતિશીલતા અને વધારે ગતિશીલ મન.