________________
મનની માવજત
૫૫૭
“” પદ તે શ્રી અરિહંત પરમાત્માને શબ્દમય દેહ છે. તે જ પદમયી દેવતા છે. મંત્ર અને તેના વાગ્ય દેવતા અપેક્ષાએ અભિન્ન છે. એ કારણે મંત્ર પિતે વાય દેવતાથી થતાં સર્વ કાર્યો કરી શકે છે.
૫૪ બે પ્રકારના છે: સ્કૂલ અને સૂકમ. પિતાની સ્કૂલ અવસ્થામાંથી નીકળીને જ્યારે સૂક્ષમ અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે તે જ દેવતા સ્વરૂપ બની જાય છે.
પદની સૂક્ષ્મ અવસ્થા વિમર્શરૂપ છે, વિમશનું તાત્વિક સ્વરૂપ નિર્વિકલ્પ જ્ઞાન છે. પ્રકાશ શિવતત્વ અને વિમર્શ એ શક્તિ તત્ત્વ છે. આ વિમર્શ એ જ તાવિક મંત્ર દેવતા, મંત્રમય દેવતા અથવા પદમય દેવતા છે. એ આત્માની અમૃતકલારૂપ છે.
તેથી પ્રત્યેક માતૃકાક્ષરનું માન, સન્માન, બહુમાન કરવું અને તે દ્વારા આત્મજ્ઞાન તેમજ આત્મભાનવંત બનવું જોઈએ.
મનની માવજત મન જેમ પાપની જડ છે, તેમ ધર્મની પણ જડ છે. મનને મારવાનું નથી, પણ મન દ્વારા સાધના કરવાની છે.
મન ચંચળ છે, એ એને દેષ નથી પણ સ્વભાવ છે. મન ચંચળ અને કુતિશીલ છે, એટલે જ તે ચિતન પ્રધાન બની શકે છે અને શારા સિદ્ધાંત, જ્ઞાન-વિજ્ઞાન, ઉપર કાબૂ મેળવી શકાય છે.
મનમાં ચિંતન કરવાની અગર હિલચાલ કરવાની કે ફેરફાર કરવાની શક્તિ ન હોત, તે હજારે પ્રકારની શોધ અને તે દ્વારા ઐશ્વર્ય–વૈભવાદિની પ્રાપ્તિ ક્યાંથી શક્ય હોત?
શ્રુતજ્ઞાનનું મૂળ મન છે. મનની આ મનનશક્તિ વડે જ તે કૂર્તિ પ્રદ, સ્વચ્છ, નિર્મળ અને તેજસ્વી એવા શ્રુતજ્ઞાનનું કારણ બની શકે છે. મન દ્વારા જ મનુષ્યએ મહેલ બનાવ્યા છે, રાષ્ટ્ર નિર્માણ કાર્યો કર્યા છે અને મન દ્વારા જ સ્વર્ગ તથા મેક્ષ સુલભ બને છે.
શરીર અને ઇન્દ્રિય તે પશુઓને પણ છે. વળી તેમાં શક્તિ પણ વિશેષ હેય છે. છતાં મનુષ્ય કરતાં પશુ નિર્બળ ગણાય છે કારણ કે તેમને પ્રગટ મન હેતુ નથી. તેથી મનવાળો માનવી પશુને વશ કરી શકે છે. પછી ભલે તે અશ્વ હોય કે હાથી, ઊંટ હોય કે પાડો હોય. તાત્પર્ય કે બળવાન એવું મન મળવું એ પણ એક પ્રકારને પુર્યોદય છે. આવા બળવાન મનને સદુપયોગ કરવાની કળા એક માનવભવમાં જ સાધી શકાય છે.