________________
૫૫૮
આત્મ-ઉત્થાનના પાયે
મનના ઉપયાગ
માણસ પોતે ખરીદેલી કિંમતી વસ્તુના જે વિવેકથી સદુપયાગ કરે છે, માવજત કરે છે, તે જ વિવેકથી મનના સદુપયાગ કરવામાં આવે, તે વિશ્વ વિસ્મયકારી મહાકારી તેના દ્રારા થઈ શકે. સદુપયાગ એટલે સતના ઉપયાગ, મનને સદા સતની સેવામાં જોડી દેવું તે સદુપયેાગ છે.
નદીમાં નિર્માંળ જળ ભરપૂર હાય છે અને પ્રચંડ વેગપૂર્ણાંક વહેતુ હાય છે, તે બેટું નથી પણ તેને તરવાની કળા ન જાણવી તે ભૂલ છે, પ્રમાદ છે. સમુદ્ર ઘણા ઊડા છે, તા પણ મનુષ્ય બુદ્ધિના બળથી તેને પાર કરવા માટે સ્ટીમરો બનાવીને તેને પાર કરી જાય છે. સમુદ્રમાં પાણી ન હોવું એ ઇચ્છવા ચેાગ્ય છે કે હાવા છતાં બુદ્ધિનાં ખળથી તેને તાગ પામવા અને તે પમાડનાર મન હાવુ', તે ઇચ્છવા ચેાગ્ય છે ?
તાય કે શક્તિ, સ્ફૂતિ અને વેગવાળું મન મળ્યા પછી તેને સાધવુ જોઇએ. તેના પર કાબૂ મેળવવાની કળા હસ્તગત કરવી જોઈએ. સુખ-દુઃખ બંને અવસ્થામાં સ્વસ્થ કેમ રહેવાય, તે સારી રીતે જાણવું જોઈએ. દુઃખ વખતે વવત્ કાર અને સુખ વખતે પુષ્પવત્ કામળ રહી શકાય, તે માટેના ઉપાય જાણવા જોઇએ,
મન રૂપી ઘેાડાને કાબૂમાં રાખવા માટે જ્ઞાન રૂપી લગામ ખસ છે. તેાફાની ઘેાડાને ચાબૂકથી ફટકારી ફટકારીને મડદા જેવા બનાવવાથી કામ સુધરતું નથી, પણ બગડે જ છે. તેમ મનને કચડવાના પ્રયત્નોથી જીવન સુધરતુ નથી, પણ કથળે છે.
મન રૂપી ઘેાડાને જ્ઞાનરૂપી લગામથી અકુશમાં રાખવા, તે સર્વ પ્રકારે હિતાવહ છે. તે માટે તપ, સયમ, સ્વાધ્યાય, ચિંતન, મનન, ધ્યાનાદિના સતત અભ્યાસ રાખવા જોઈએ. અભિમાન, ટાલ, તૃષ્ણા આદિ ઉપર ધ્યાનનુ* નિયંત્રણ ન રહે, તે અનના પાર ન રહે. દ્વન્દ્વ, સંઘર્ષ, ઘણા, કલહાદિથી બચવા જ્ઞાનનું બળ જ સમય છે.
મનને વશ કરવા માટે આત્માના શુદ્ધ સ્વરૂપના આધ શ્રેષ્ઠ સાધન છે, તેથી આત્મસ્વરૂપનું વ્યવસ્થિત ચિંતન કરતા રહેવાય, તેા મન મારફત મગળકારી કાર્યાં થતાં રહે, 卐
મનવશીકરણ
6
જ્ઞા વિદ્યા ચા વિમુક્ત્તયે ।' ત્રિવિધ તાપથી મુક્ત કરે તે વિદ્યા.
અક્ષરાધીન શબ્દ છે, શબ્દાધીન જ્ઞાન, જ્ઞાનાધીન વાસના છે અને વાસનાધીન મન છે. મનને આધીન સુખ-દુઃખ છે.
દુઃખ જોઈતું હાય તા મનને બગાડા, સુખ જોઈતું હાય તા મનને સુધારો. મનને સુધારવાના ઉપાય સ્વાધ્યાય છે. તે જપરૂપ અને શાસ્રાધ્યયનરૂપ એ પ્રકારના છે.