________________
૫૬૪
આત્મ-ઉત્થાનને પાયો મિથ્યાષ્ટિ જીવ જિનેન્દ્ર અનુષ્ઠાન કરવા છતાં, તેનું ચિત્ત વિષયાસંગિ હોવાથી, આતષાનાદિ કરે છે. અને સમ્યગ્દષ્ટિ જીવ નિર્વિષય મનવાળા હેવાથી સાંસારિક ક્રિયા વખતે પણ ધર્મધ્યાન ટકાવી રાખે છે કિયામલને ક્ષય ન હોવા છતાં, ભાવમલને ક્ષય હેવાથી સંસારની ક્રિયા ઉદયાધીન થઈને કરતા હોય છે. અર્થાત્ તેમને ચારિત્રમેહને ઉદય છે, પણ મિથ્યાત્વ-મેહને નથી. નિશ્ચયનયથી આ વાત બરાબર છે.
પ્રભુજીનું શાસન સતનયસમૂહાત્મક છે. તેથી વ્યવહારનયે ધર્મ, સાવધના ત્યાગીને છે. નિશ્ચયન ધર્મ, અંતરંગ વિરાગીને છે. વ્યવહારનય ક્રિયાને પ્રાધાન્ય આપે છે. નિશ્ચયનય ભાવને પ્રાધાન્ય આપે છે.
ભાવ પણ અવિરતિ સમ્યગ્દષ્ટિને ઋજુસૂવનય માને છે.
શબ્દનય પ્રમત્ત સંયતને, સમણિરૂઢનય અપ્રમત્ત સંયતને અને એવભૂતનય કેવળી ભગવાનને ધર્મ માને છે. એ રીતે નયવાદને વિચારવાથી સમાધાન થશે.
“જ્ઞાન વિચાખ્યાં ને ? હવે મહત્વના આ પદ પર વિચાર કરીએ
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન વિના એકલી સાવલ ગના ત્યાગની કે તપ, સંયમની ક્રિયાથી મોક્ષ નથી. તેમ તપ સંયમ અને સાવવ વ્યાપારના ત્યાગની ક્રિયા વિના એકલા જ્ઞાનથી પણ મેક્ષ નથી.
“જ્ઞાની શરું વિનિઃ” સાચું જ્ઞાન તે જ છે કે જે સાવધને ત્યાગ કરાવે છે આવતાં નવાં કર્મોને શકે છે. અને પૂર્વનાં કમને ખપાવે તેવી બધી જ ક્રિયા જ્ઞાનીને પણ ઉપકારક છે, કારણ કે તે વિના, જ્ઞાન નિષ્ફળ જાય છે.
જ્ઞાન અમૂર્ત છે. તે મૂત કમને ક્ષય કરી શકે ? ક્રિયાકૃત કર્મને થાય, પ્રતિપક્ષ ક્રિયાથી જ થાય.
જ્ઞાનથી અજ્ઞાન અને મિથ્યાત્વ રોકાય, પણ યિાજનિત આસવ ક્રિયાથી જ કાય. એ કારણે કેવળી ભગવાનને પણ વેગનિરાધાખ્ય ક્રિયા કરવા વડે જ મોક્ષ થાય છે.
જ્ઞાનના સ્થાને જ્ઞાનનું બળ છે અને ક્રિયાના સ્થાને ક્રિયાનું બળ છે. જ્ઞાન વડે ઉપગશુદ્ધિ થાય, તે પણ ગશુદ્ધિ ક્રિયા વડે જ થાય.
સાન થયા પછી પણ ધર્મમાં–તપ, સંયમમાં વિર્ય ન ફેરવવું તે એક પ્રકારે મેહને જ ઉદય છે.