________________
અષ, મૈત્રી અને નિવિષયમન
પ૬૫ મન-વચન-કાયાના મેંગોની શુદ્ધિને રોકનાર પ્રમાદષ એ પણ ચારિત્રમોહને જ ઉદય ગણાય છે. તેથી બંને પ્રકારના મહિને જીતવા માટે જ્ઞાન અને અપ્રમાદ બંને જોઈએ. બેમાંથી એક હોય અને બીજો ઉપાય ન હોય ત્યાં સુધી મોક્ષ થાય નહિ.
એટલે અજ્ઞાનીને જેમ અજ્ઞાન ટાળવા યોગ્ય છે, તેમ પ્રમાદીને પ્રમાદ ટાળવા એગ્ય છે. બંને ટાળવા યોગ્ય છે, એમ જે માને, તેનું જ્ઞાન જ સમ્યજ્ઞાન છે.
મેક્ષમાર્ગમાં યેગશુદ્ધિ અને ઉપયોગશુદ્ધિ ગણ-મુખ્ય ભાવે સાથે જ ચાલે છે.
અહિંસાદિ તેના પાલનથી એગશુદ્ધિ થાય છે અને ભક્તિ, વૈરાગ્યાદિ વડે ઉપયોગશુદ્ધિ થાય છે.
આત્માના બે ગુણ મુખ્ય છેઃ એક જ્ઞાન અને બીજે વીર્ય.
વીર્ય ગુણની શુદ્ધિ વ્રતાદિના પાલનથી થાય છે અને જ્ઞાન ગુણની શુદ્ધિ મેગ્યાદિ ભા વડે થાય છે.
વૈરાગ્ય ભાવ, માયશ્મભાવની અંતર્ગત છે.
એક માધ્યશ્ય પાપી પ્રત્યે છે, બીજું પુદ્ગલ પ્રત્યે છે. જીવમાત્ર પ્રત્યે મૈત્રી જોઈએ
ગુણી પ્રત્યેની મત્રી, ભક્તિ વડે અભિવ્યક્ત થાય છે. દુઃખી પ્રત્યેની (મૈત્રી) કરુણા વડે અને પાપી પ્રત્યેની મૈત્રી ઉપેક્ષા વડે.
છવાદિ તત્વના સમ્યગ્રાનથી પુદ્દગલ પ્રત્યે વૈરાગ્ય અને જીવ તત્વ પ્રત્યે મૈત્રીનેહ-પરિણામ જાગે છે, તે જ નિર્વિષય મનની સાચી વ્યાખ્યા છે.
નિવિષય મનઃ ધ્યાનમ' એ વાક્ય ધર્મધ્યાનને જણાવવા માટે છે. અને તે, થલ યાનને પણ જણાવે છે.
શ્રી જિનશાસનમાં સામાયિકવાળું ચિત્ત એ જ ધર્મધ્યાન છે. અને કુલ ધ્યાનનું કારણ પણ તે જ છે.
નિવિષયને અર્થ નિરનુબંધ પણ થઈ શકે.
જેમાં કમને અનુબંધ નથી, કર્મબંધનની પરંપરા ચાલતી નથી, તે નિરનુબંધ મન છે.
એવું મને સામાયિયુક્ત ચિત્તને જ કહી શકાય.