________________
૫૬૩
અદ્વેષ, મિત્રી અને નિર્વિષયમન
અભવ્યના આત્માઓને પણ રૈવેયકમાં નિર્વિષયતા આવે છે, પણ આત્મારામતા નથી આવતી.
આત્મારામતા માટે આત્મતત્તવ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થવી જોઈએ. અને એ પ્રીતિ જ સમત્વભાવની તાત્ત્વિક જનેતા છે.
વિષય પ્રત્યેના વાગ્યથી, “સમસુખદખતા આવે છે અને આત્મતત્વના પ્રેમથી “વાસીચંદન ક૫તા “સમશત્રુ મિત્રતા' પ્રગટે છે.
એ બંને મળીને વાસ્તવિક નિર્વિવાં મન બને છે.
સમ્યગદષ્ટિ જીવ વિષયોની વિપાક વિરસતા સમજતે હવાથી માને છેડીને બીજી કોઈ વસ્તુ ઉપર પ્રીતિ ધરાવતું નથી.
મક્ષ ઉપરની પ્રીતિની કસોટી, મુક્તિ માર્ગ અને મુક્તિ માર્ગ-પ્રસ્થિત મહાપુરુષે ઉપર પ્રીતિ હોવી તે છે.
બીજી બાજુ તે (સમ્યગ્દષ્ટિ છવ) વિષયાસક્ત (મિથ્યાષ્ટિ) છ ઉપર કરણાબુદ્ધિવાળે દેય છે.
જગતમાં સૌથી વધારે દુઃખી કેશુ? તેને ઉત્તરમાં શ્રી તીર્થંકર પરમાત્માએ ફરમાવ્યું છે કે, “અવિરત સમ્યગ્દરિટ”
બીજા જ સ્વદુખે દુઃખી છે.
જયારે અવિરત સમ્યગ્દષ્ટિ જીવ ચતુર્ગતિમાં ભ્રમણ કરી રહેલા અને મિથ્યાત્વ, અજ્ઞાનાદિથી રિબાતા ના દુખે પણ દુઃખી છે. તે બધાંનાં એને જવા છતાં અને તેને પ્રતિકાર પણ જાણવા છતાં પોતે કાંઈ કરી શક્તા નથી, તેનું તેને દુઃખ (કરુણા) હોય છે.
એ રીતે સમ્યગ્દષ્ટિ જીવ મૈત્રી, મુદિતા, કરુણા અને ઉપેક્ષાભાવથી ભરેલું હોય છે.
તેથી અવિરતિના કારણે તથા બઢાયુષી હોવાથી નરકમાં રહેલા શ્રેણિક આદિના છે કાયાથી નરકની પીડા ભોગવવા છતાં ચિત્તથી વજના તંદલની જેમ અભેદ્ય હોય છે.
તેઓને કાયપીડા છે, પણ ચિત્તની પીડા નથી, તેમનું શારીરિક દુઃખ તેમને આ-રૌદ્રાદિ દુર્થોનનું કારણ થતું નથી. દુખાનુભવ વખતે પણ તેઓમાં વૈરાગ્ય, કરુણા આદિ શુભ ભાવનું પ્રાબલ્ય વતે છે.
'मनः एव मनुष्याणां कारण बन्धमक्षियोः ।
बन्धने विषयास'गि मुक्तेनिविषय मनः ॥' આ લેકમાં કહ્યા મુજબ, વિષયાસક્ત મન બંધનને હેતુ છે અને નિર્વિષય મન તે મોક્ષને હેતુ છે.