________________
અષ, મિત્રી અને નિર્વિષયમન
૫૬૧ એ રીતે સુખ (પદાર્થ) ઉપર પ્રીતિ છે, પણ સુખનું જે મૂળ છે તે ધર્મ' ઉપર છે.
'पुण्यस्य फलमिच्छन्ति पुण्यं नेच्छन्ति मानवाः ।
फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति सादराः ॥' એ રીતે જ્ઞાની પુરુષોએ માનવીની સાધારણ વૃત્તિનું નિદાન કર્યું છે.
ધમ ઉપર આ વૈષ અજ્ઞાનજન્ય છે અને તે (ષ) ધર્મ, ધર્મો અને ધર્મનાં સાધને પ્રત્યે હોય છે.
સાચું સુખ મુક્તિમાં છે.
પરંતુ અનાદિ અજ્ઞાન અને મિથ્યાત્વના કારણે જીવને મુક્તિ, મુક્તિ માર્ગ અને મુક્તિમાર્ગ–પ્રસ્થિત મહાપુરુષે ઉપર અનુરાગને બદલે દ્વેષ હોય છે. તે દ્વેષ પહેલાં ટળ જઈએ. | મુક્તિના રાગમાં તે મુક્તિ મેળવી આપવાનું સામર્થ્ય છે જ, પણ મુક્તિ પ્રત્યે અષિ પણ આવી જાય, તો પણ સંસારના ઉચ્ચ કેટિનાં સુખ આપવાનું સામર્થ્ય તેમાં છે જ.
તે દ્વેષ ટાળવાને અને અદ્વેષ કેળવવાને પ્રાથમિક ઉપાય શું છે? તેના વિચારમાંથી માર્ગનુસારિતાના ગુણોનું વર્ણન છે. ન્યાયયુક્ત વ્યવહારનો પાયો
તેમાં પ્રથમથી જ વૈભવ, વિવાહ, આહાર આદિ પ્રત્યેક ક્રિયામાં “ચાષબુદ્ધિને આગળ કરેલ છે.
ન્યાયુક્ત વૈભવ, ન્યાયયુક્ત વિવાહ, ન્યાયયુક્ત વેષ, ન્યાયયુક્ત થય, સ્થાન, સંગ આદિનું વર્ણન છે.
આ ન્યાયયુક્ત વ્યવહારને પાયે શો છે, તેને ટૂંકમાં કહેવું હોય તે “આત્મીપભ્યભાવ' છે, એમ કહેવાય.
માર્ગોનુસારિતાથી માંડીને આગળની ભૂમિકાવાળાને દાન, દયા, પૂજન, સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મનાં જેટલાં અંગે છે, તે બધાંયમાં “આત્મૌપમ્યભાવને ક્રમિક વિકાસ છે.
એ કમિક વિકાસનું દયેય સિદ્ધ થાય તે તે ભાવધર્મ છે અને ન થાય તે તે દ્રવ્યધર્મ છે.
દ્રવ્યધર્મ પણ ભાવધર્મની સિદ્ધિ અર્થે હોય તે પ્રધાન દ્રવ્ય છે અને તે અર્થે ન હોય તે અપ્રધાન દ્રવ્ય છે.
આત્મૌપમ્યભાવ એક બાજુ શ્રેષભાવ ટાળી આપે છે અને બીજી બાજુ સામગ્રીના સદ્દભાવે સ્નેહભાવને વિકસાવે છે.
શ્રેષને અભાવ અને સ્નેહનો ભાવ-એ બે એક નથી.
,
૭૧