________________
૫૫૫
મતિ, મંત્ર અને શાસ્ત્ર
પર્યાયને આધાર દ્રવ્ય છે તેથી શુદ્ધ પર્યાયનું ઉત્પત્તિ-સ્થાન દ્રવ્ય છે. તે દ્રવ્યનાં દર્શન કરવાનું આલંબન મૂર્તિ છે.
મૂર્તિ દ્રવ્યનું દર્શન કરાવે છે, કે જે દ્રવ્યરૂપી મૂળમાંથી શુદ્ધ પર્યાય પ્રગટેલ છે.
પર્યાય એ પત્ર કે શાખાના સ્થાને છે તે, દ્રવ્ય એ મૂળ અને થડના સ્થાને છે. પ્રત્યેક પત્ર વૃક્ષની શાખાને જણાવે છે અને પ્રત્યેક શાખા થડને જણાવે છે. અને થડ એ જમીનમાં દટાયેલાં પણ બધાના કારણભૂત મૂળિયાંને જણાવે છે. એ જ ન્યાયે શુદ્ધ પર્યાયે દ્રવ્યના આધારે છે.
પર્યાયના સ્મરણનું સાધન મંત્ર છે તે દ્રવ્યના દર્શનનું સાધન મૂર્તિ છે.
દ્રવ્યની સન્મુખ થવાથી શુદ્ધ પર્યાય પ્રગટે છે એમ જણાવનાર આગમ છે. તેથી આગમને આપ્તવચન તરીકેની ખ્યાતિ છે.
મૃતિ, મંત્ર અને શાસ્ત્ર શા, મૂર્તિ કે મંત્ર, શાસ્ત્રનાં આદિ પ્રરૂપક-મૂર્તિના સ્થાપ્ય દેવ કે મંત્રના વાગ્યે પરમાત્મા સાથે કાર્ય-કારણ, સ્થાપ્ય–સ્થાપક અને વાચ્ય-વાચક ભાવને સંબંધ ધરાવે છે, તેથી તે દરેકને આગળ કરવાથી તેના કારણુ, સ્થાપ્ય અને વાસ્થને જ આગળ કરાય છે અને તેને આગળ કરવાથી તેની સાથે દ્રવ્ય, ગુણ અને પયય વડે સામ્યને ધારણ કરનાર નિજ આત્માને જ આગળ કરાય છે.
નિજ આત્માને આગળ કરવાથી અનાત્મતત્તવ પ્રત્યેની પ્રીતિને વિલય થાય છે, આત્મતત્વ પ્રત્યે પ્રીતિ-ભક્તિ જાગે છે અને તેના પરિણામે કર્મબંધનના હેતુ છૂટી જાય છે અથવા કર્મક્ષયના હેતુ આવી મળે છે.
કર્મક્ષય પ્રધાન હેતુ આત્મજ્ઞાન છે અને આત્મજ્ઞાનને સીધે ઉપાય આત્મધ્યાન છે. આત્મધ્યાનનું આલંબન પરમાત્મધ્યાન છે, પરમાત્મધ્યાનનું આલંબન શામ, મૂર્તિ અને મંત્રમાં રહેલું છે. તેના અનુષ્ઠાન વડે, અનુષાનને બતાવનાર શાસ્ત્ર અને શાસ્ત્રના આદ્ય પ્રકાશક શ્રી તીર્થંકર પરમાત્મા અને ગણધર ભગવંત આદિનું ધયાન થાય છે.
એ ધ્યાન વડે આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન વડે સકળ કમને ક્ષય થઈ મોક્ષને લાભ થાય છે.
આ રીતે મૂર્તિ, મંત્ર અને શામ, જીવને શિવપુરીમાં પહોંચાડનાર શ્રેષ્ઠ આલંબનરૂપ સિદ્ધ થાય છે. તે પૈકી કઈ એકની પણ ઉપેક્ષા કર્મવૃદ્ધિમાં પરિણમે છે. કમ વધતાં