________________
૫૫૩
મંત્ર, મૂર્તિ અને આજ્ઞા ચેાગની સ્થિરતારૂપ છે અને જ્ઞાન-દČન ગુણુ
છે.
ચારિત્ર ગુણ ઉપયાગની શુદ્ધતારૂપ મૂર્તિ અને મંત્ર વડે ઉપયોગની શુદ્ધિ થાય છે, આત્માના જ્ઞાન-દન ગુણ નિર્મળ થાય છે. જ્ઞાનની સમજણુ, દર્શનની શ્રદ્ધા, સ્પષ્ટ અને દૃઢ થાય છે. મન-વચન-કાયાના વ્યાપારા રૂપ ચારિત્ર ગુણ નિયમિત બને છે. આત્મામાં આત્માની, આત્મા વડે સ્થિરતા તે જ અનુક્રમે ચારિત્ર, દર્શન અને જ્ઞાન ગુણ છે. એ સ્થિરતા પરમાત્મ સ્વરૂપના પોતાના આત્મામાં જ અનુભવ કરાવી મેાક્ષના હેતુ બને છે.
આગમ એટલે આપ્તવચન.
આપ્ત સર્વજ્ઞ, સર્વદર્શી છે, તેથી તેમનાં વચન દ્વારા થતું આપ્તનુ' સ્મરણ સજ્ઞ, સર્વદર્શી એવા પરમાત્માની સત્તાના સ્વીકાર કરાવે છે અને એ સત્તાના સ્વીકાર આત્મતત્ત્વ પ્રત્યે પરમ આકષ ણ પેદા કરે છે.
આપ્તવચન મીજી ખાજુ, જીવાની ભૂમિકાને અનુરૂપ વન અને તેના બંધ કરાવે છે, ભૂમિકાને અનુરૂપ સવન વડે જીવ અસત નનિત અશુભાસવના દોષથી ઊગરી જાય છે, શુભાસ્રવ અને સંવરના અધિકારી બને છે. પરમાત્મ તુલ્ય આત્માના ધ્યાન વડે નિજશ તત્ત્વના લાભ થાય છે.
શુભાસ્રવ, સવર્ અને નિજૅશ એ ત્રણ મળીને ધર્મતત્ત્વ બને છે. એ ધર્મતત્ત્વ ચારિત્ર ગુણને વિકસાવે છે.
સમ્યકૢ ચારિત્ર એ સમ્યગ્ દર્શન સભ્યજ્ઞાનથી યુક્ત હાય છે તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણેની એકતા થવાથી આગમનુ અનુસરણ એ મુક્તિના માગ અને છે.
આગમનું બહુમાન, એ જ મેાક્ષનું બહુમાન છે. મૂર્તિ એ પરમાત્માની સાકાર મુદ્રા છે.
સાકાર વડે નિરાકારના ખાધ થાય છે. નિરાકાર પોતાના આત્મા છે, તેના આધ થવાથી અનાત્મ તત્ત્વ તરફનું આકષ ણુ શમી જાય છે. તેનું નામ વૈરાગ્ય છે. અને આત્મતત્ત્વ તરફનું આકષ ણુ વધી જાય છે, તેનું નામ ભક્તિ છે.
વૈરાગ્ય એ સ`સારના પ્રવાહ તરફ વળતી ચિત્તવૃત્તિને શકે છે. ભક્તિ એ, કૈવલ્યના પ્રવાહ તરફ ચિત્તવૃત્તિને વાળે છે.
મૂર્તિના ધ્યાન વડે ધ્યાતાને ધ્યેયની સાથે એકતાનેા અનુભવ થાય છે.
ધ્યાતા અંતરાત્મા છે, ધ્યેય પરમાત્મા છે અને ધ્યાન એ વૃત્તિના ધ્યેયને વિષે અખંડ પ્રવાહ છે. મૂર્તિ દ્વારા તે સધાય છે, તેથી તેને પરમ આલંબન માન્યું છે,
આ. ૭૦