________________
૫૫૨
આત્મ-ઉત્થાનને પાયે મતલબ કે મંત્ર વડે જ્ઞાન, મૂર્તિ વડે સમાપત્તિનું દર્શન અને આજ્ઞાપાલવ વડે તેનું સમ્યમ્ આચરણ થાય છે.
મૂર્તિમાં “પરમાત્મા તુલ્ય આત્મા” એ ભાવને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે. મંત્રમાં “પરમાત્મા તુલ્ય આત્મા’ એ અર્થને કહેનાર શબ્દસમૂહને ગોઠવવામાં આવ્યો છે. આજ્ઞામાં “પરમાત્મા તુલ્ય આત્મા એવું ધ્યાન કરવાની સામગ્રી પૂરી પાડવામાં આવી છે.
મંત્ર વડે “પરમાત્મા સદશ આત્મા” છે, એ વાતનું મનન અને જ્ઞાન થાય છે, મૂર્તિ વડે તેનું દર્શન થાય છે અને આજ્ઞાપાલનના ભાવ વડે તેનું પ્રત્યક્ષ આચરણ થાય છે.
બધી ક્રિયાઓ, બધી ભાવનાઓ અને બધાં દશનેની સફળતા, પરમાત્મા સદશ આત્મ તત્વના જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં છે.
આત્મા જ્ઞાનથી જણાય છે, દર્શનથી દેખાય છે અને ચારિત્રથી છવાય છે. તપથી શુદ્ધ થાય છે.
नाणेण जाणइ भावे दसणेण च सहइ ।
चरित्तेण निगृहणाति, तवेण परिसुज्झइ ॥१॥ આત્માનું ધ્યાન પરમાત્માની મૂર્તિમાં, પરમાત્માના નામના મંત્રમાં અને પરમાત્માની આજ્ઞાના પાલનમાં જુદી જુદી રીતે રહેલું છે. પરમાત્માનું ધ્યાન–શુદ્ધ આત્માનું દયાન
મૂર્તિમાં સ્થાના સંબંધ વડે, મવમાં વાચ્યના સ્મરણ વડે અને આજ્ઞાપાલનમાં આજ્ઞાકારકના સંબંધ વડે પરમાત્માનું ધ્યાન થાય છે. અને પરમાત્માનું ધ્યાન એ એક પ્રકારે પોતાના જ શુદ્ધ આત્માનું ધ્યાન છે. એ ધ્યાન સિદ્ધ કરવા માટેનું આલંબન મૂર્તિ, મંત્ર અને આગમ પૂરું પાડે છે.
આગમ આપ્તવચનરૂપ છે અને તે વચનના આદ્ય પ્રકાશક શ્રી અરિહંત પરમાત્મા છે. શ્રી અરિહંત પરમાત્માનું અનુષ્ઠાન દ્વારા થતું મરણ જ આત્મામાં પરમાત્મપણાની બુદ્ધિ પેદા કરી આપે છે.
બાહાત્માને ત્યાગ કરી, પ્રસન્ન ચિત્તવાળા અંતરાત્મા વડે પરમાત્માનું ભાવન કરવાની આજ્ઞા શાસ્ત્રોમાં ઠેરઠેર ફરમાવેલી છે, તેની આરાધના મૂર્તિ, મંત્ર અને આગમ વડે થાય છે.
મંત્ર વડે મનન, મૂર્તિ વડે દર્શન અને આગમ વડે અનુસરણ થાય છે. મનન મનથી, દર્શન ચક્ષુથી અને અનુસરણ કાયાથી થાય છે.
મંત્રથી મનનનું પરિણામ, સમ્યજ્ઞાનમાં આવે છે, મૂર્તિથી દર્શન, પૂજન, સ્તુતિ, તેંત્રનું પરિણામ સમ્યગ્દર્શનમાં આવે છે અને આગામથી થતા અનુસરણનું પરિણામ ચારિત્રમાં આવે છે.