________________
૫૫૦
આત્મઉત્થાનને પાયે, જે મૂર્તિ પ્રતિષ્ઠિત છે, તે મૂર્તિમાં ચતુર્વિધ શ્રી સંઘની સમાપત્તિ રહેલી છે, તેથી પ્રતિષ્ઠિત મૂર્તિનાં દર્શન કરતી વખતે ચતુવિધ શ્રી સંઘને શુદ્ધ આત્માનાં દર્શન થાય છે, તેનું નામ ચતુર્વિધ શ્રી સંઘનું પ્રણિધાન છે. મંત્રમાં પ્રણિધાન
મૂર્તિમાં જેમ ચતુવિધ શ્રી સંઘની સમાપત્તિને અભેદ આરોપ છે, તેમ મંત્રમાં સર્વ સમ્યગદષ્ટિને શુદ્ધ આત્મા વાચ્ય બને છે, તેથી મંત્રનું સ્મરણ, સર્વ સમ્યગદષ્ટિ આત્માના શુદ્ધ આત્માનું સ્મરણ છે. કેમ કે મંત્રનું મંત્રત્વ સમાપત્તિ નિરૂપક વાગ્યના આલંબનત્વમાં રહેલું છે.
મંત્ર એ સર્વ સમ્યગદષ્ટિ જીવની સમાપત્તિના વિષયભૂત પરમાત્માના સ્મરણનું આલંબન છે. તેથી મંત્રના સ્મરણ વખત કેવળ શબ્દનું ઉચ્ચારણ નથી, કિન્તુ શબ્દ વાચ્ય સમાપત્તિ-અંગભૂત-પરમાત્માનું સ્મરણ થાય છે. સર્વ સમ્યગદષ્ટિ જેના વિશુદ્ધ આત્મા સાથે પોતાના અંતરાત્માનું ગુહ્ય સંભાષણ થાય છે તેથી પરસ્પર ધર્મસ્નેહ વધે છે. એનું જ નામ મંત્ર-ચૈતન્યની જાગૃતિ જણાય છે અને એ જ તત્વથી મંત્રનું મંત્રત્વ છે. ચતુર્વિધ શ્રી સંઘની વતી પ્રણિધાન
પ્રતિષ્ઠિત પ્રતિમામાં તાવિક પ્રતિષ્ઠાને ઉપચાર કરવામાં આવ્યા છે.
તાવિક પ્રતિષ્ઠા એટલે મુક્તિગત પરમાત્માનું રૂપ પિતાના આત્મામાં છે, તેથી પિતે જ પરમાત્મ સ્વરૂપ છે એવી ભાવના.
આ ભાવના જેએના હૃદયમાં સ્થિર થયેલી છે, તેવા ગુણવંત આચાર્ય દ્વારા તે ભાવને ઉપચાર, જિનેક્ત વિધિ-વિધાન દ્વારા, પ્રતિમામાં કરવામાં આવે છે. તેને ઔપચારિક પ્રતિષ્ઠા કહેલી છે.
તે પ્રતિષ્ઠાથી પ્રતિષ્ઠિત મૂતિનાં જ દર્શન-પૂજનાદિ વિહિત થયેલાં છે, તેથી દશક-પૂજાતિને પ્રતિષ્ઠિત મૂર્તિના દર્શન-પૂજનાદિથી તાત્વિક પ્રતિષ્ઠાનાં સ્મરણાદિ થાય છે. - આ મૂર્તિ પ્રતિષ્ઠિત છે, એવી પ્રત્યભિજ્ઞા વડે ચતુવિધ શ્રી સંઘ, મૂર્તિનાં દર્શન પૂજન કરે છે, તેને અર્થ ચતુવિધ શ્રી સંઘ વતી પ્રતિષ્ઠિત થયેલ તેમના આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શનાદિ કરે છે, તેને લાભ ચતુર્વિધ શ્રી સંઘને નિરંતર મળે છે. અર્થાત્ બધાની આત્મજાગૃતિ કાયમ રહે છે.