________________
૫૪૮
આત્મ-ઉત્થાનને પાયો મૂતથી અમૂર્ત તરફ
મંત્ર, મૂતિ અને પૂજા એ ઉપાસનાની મુખ્ય ત્રણ સાધન છે.
મંત્રમાં વર્ણની પ્રધાનતા છે. મૂર્તિમાં આકારની પ્રધાનતા છે અને એ વડે જે પરમ તત્વની ઉપાસના થાય છે, તેનું નામ પૂજા છે.. .
પૂજા, સકાર, સન્માન એ બધા એકાર્થક છે અને ભક્તિ-બહુમાનના ઉત્પાદક છે. ભક્તિ એ બાહા પ્રતિપત્તિ છે અને બહુમાન એ આંતરપ્રીતિ છે.
બાહ્ય પ્રતિપત્તિ, આંતરપ્રીતિની ઉત્પાદક છે અને આંતરપ્રીતિ બાહ્ય પ્રતિપત્તિની પ્રેરક છે. બાહ્ય અને આંતર એ દ્રવ્ય અને ભાવની જેમ પરસ્પર સંબંધિત છે.
દ્રવ્ય એ કારણ છે અને ભાવ એ કાર્ય છે. એ મુજબ બાહ્ય એ કારણ અને આંતર એ કાર્ય છે. એવી જ રીતે ભાવ એ કારણ અને દ્રવ્ય એ કાર્ય તથા આંતર ભાવ એ કારણ અને બાહ્ય ક્રિયા એ કાર્ય, એમ પરસ્પર એક-બીજા કાર્યકારણરૂપે પ્રવર્તે છે.
મનુષ્યને અંતર્મુખ થવા માટે આંતર તરફ લઈ જનારાં પ્રતીકે, સાધન અને બાહ્ય વસ્તુઓ પરમ નિમિત્ત બને છે. એ નિમિત્તો દ્વારા આંતરિક પ્રદેશમાં જવાનું થાય છે, તેથી તેને સાલંબન ધ્યાન પણ કહે છે.
મૂર્તથી અમૂર્ત તરફ, સાલંબનથી નિરાલંબન તરફ, દ્રવ્યથી ભાવ તરફ, સ્થૂલથી સૂવમ તરફ એ કમ છે.
પ્રમત્ત અવસ્થા પર્યત આલંબન અનિવાર્ય છે. પગથિયાના આલંબનથી જ મેડા ઉપર જવાય છે, દેરડાના ટેકાથી ઊંચે ચડાય છે, એ નિયમ આંતરિક સાધનાને પણ લાગુ પડે છે. એટલા માટે જ કહ્યું છે કે,
મr૪નામૂa-~-- I ध्यानाधारोहणाभ्रंश योगिनां नापजायते ॥१॥
મંત્ર, મૂર્તિ અને પૂજા મંત્ર એ વણેને સમૂહ છે. મૂતિ એ આકૃતિરૂપ હોવાથી યંત્ર સ્વરૂપ છે. મંત્રનો જાપ, યંત્રનું ધ્યાન અને તે બે વડે ઈષ્ટની પૂજા એ તંત્રનું સાધન છે.
નવ પ્રકારની ભક્તિમાં, પ્રથમની ત્રણ ભક્તિ મંત્ર દ્વારા થાય છે. પછીની ત્રણ મૂતિ દ્વારા થાય છે અને છેલ્લી ત્રણ ભક્તિ સાક્ષાત્ ભગવાનની પૂર્વાપર અવસ્થા દ્વારા થાય છે.
પ્રથમ ત્રણ ભક્તિના નામ શ્રવણ, સ્મરણ અને કેતન છે.