________________
૫૪૯
મૂતિ, મંત્ર અને પૂજા
પછીની ત્રણનાં નામ વંદન, પૂજન અને અર્ચન છે. છેલ્લી ત્રણનાં નામ દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન છે.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એ ચાર નિક્ષેપ વડે શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતની નવ પ્રકારે થતી ભક્તિ એ મુક્તિનું સાધન છે.
મંત્ર નામ સ્વરૂપ છે. મૂર્તિ યંત્ર સવરૂપ છે.
દ્રવ્ય એ સિદ્ધ અને સાધક અવસ્થા છે તથા ભાવ એ વિદ્યમાન ઉપકાર કરનારી સાક્ષાત્ અવસ્થા છે.
શ્રી અરિહંત ભગવંતની મૂર્તિ, પિતાના આત્માના શુદ્ધ સ્વરૂપનું દર્શન, પૂજન, વંદનાદિ કરવા માટેનું આલંબન પૂરું પાડે છે.
શ્રી અરિહંત ભગવાનને મંત્ર– “નમે અરિહંતાણું”—પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપનું સ્મરણ, ચિંતન, ધ્યાન કરવા માટેની સામગ્રી પૂરી પાડે છે.
મંત્ર-મરણ, મનન, કીર્તન માટે થાય છે. મૂર્તિ–વંદન, પૂજન, અર્ચન માટે છે. મંત્ર અને મૂર્તિ, નામ અને રૂપ દ્વારા શુદ્ધ સ્વરૂપની ભક્તિનું સાધન બને છે.
ભક્તિ દ્વારા એકતાની અનુભૂતિ થાય છે. તે અનુભૂતિ જ સર્વ ક્રિયાઓ અને સાધનાઓનું અંતિમ ફળ છે. મૂર્તિમાં પ્રણિધાન
સાધુ અને શ્રાવકની સમાચારમાં, પ્રતિષ્ઠિત મૂર્તિનાં દર્શન કરતી વખતે ચતુર્વિધ શ્રી સંઘનું પ્રણિધાન કરવા માટે વિધાન છે. તેને અર્થ, ચતુર્વિધ શ્રી સંઘની સમાપત્તિનાં દર્શન કરવાનું વિધાન છે.
ચતુર્વિધ શ્રી સંધની પ્રભુસ્મૃતિમાં સમાપત્તિ સ્થાપેલી છે. તેનું દર્શન કરવાથી ચતુર્વિધ શ્રી સંઘનો આત્મભાવ વિકસિત થાય છે, સમાપત્તિમાં દઢતા પેદા થાય છે, પરમાત્મા તુલ્ય આત્મભાવની શ્રદ્ધા સુદઢ બને છે, આત્મધ્યાનની ક્રિયામાં પ્રત્યાહન મળે છે. તેથી મિથ્યાત્વરૂપી મળ નાશ પામે છે, બહિરાત્મભાવને વિલય થાય છે, અંતરાત્મભાવ જાગે છે; આત્મામાં પરમાત્મભાવનું ભાવન થાય છે. તેથી પ્રતિષ્ઠિત મૂર્તિનું દર્શન, પૂજન અવશ્ય કર્તવ્ય છે.
પ્રતિષ્ઠિત મૂતિ, એક દિવસ પણ અપૂજ ન રહે તેની કાળજી શ્રી સંધ રાખે ખે છે, તેની પાછળ કારણ શ્રી સંઘની સમાપત્તિ તેમાં સ્થાપિત થયેલી છે, તે છે.