________________
૫૫૪
આત્મ-ઉત્થાનનો પાયો મૂર્તિમાં ભગવદ્દભાવને અભેદ આરોપ થાય છે અને આત્મામાં પરમાત્મભાવને અભેદ આરેપ થાય છે. પરમાત્મભાવને આત્મભાવમાં લાવવા માટેનું પરમ સાધન મૂર્તિ છે. મંત્ર
મનનું રક્ષણ કરે તે મંત્ર અથવા મનન વડે રક્ષણ કરે તે મંત્ર છે.
મનન મુખ્યત્વે મન વડે થાય છે, તેથી મન દ્વારા આત્માનું રક્ષણ જે સાધનથી થાય તે મંત્ર છે, એ અર્થ થ.
મંત્રમાં મનન કરાવવાનું સામર્થ્ય વર્ણસમૂહ વડે થાય છે. વર્ણસમૂહનું ઉચ્ચારણ પ્રાણુ વડે થાય છે એટલે મંત્ર મનની જેમ પ્રાણુની સાથે સંબંધ ધરાવે છે. કેવળ મનનું જ નહિ, પણ પ્રાણુનું પણ જે શુદ્ધીકરણ કરે તે મંત્ર છે. કહ્યું છે કે
“ગુણ-મંત્ર-વતાડડમ-મન-gવનાનામૈનિજઇનાન્ન મંત્રા'
શબ્દને સંબંધ પવન સાથે, પવનને મનની સાથે અને મનને સંબંધ આત્મા, અંતરાત્મા અને પરમાત્મા સાથે છે.
પરમાત્મા એ દેવ છે. અંતરાત્મા એ ગુરુ છે. તેની સાથે આત્માની એક્તા કરાવનાર મંત્ર છે કેમ કે, મંત્ર એ પ્રાણુ અને મન ઉભયની સાથે સંબંધ ધરાવે છે તથા પ્રાણુ અને મન આત્માની સાથે સંબંધ ધરાવે છે.
મંત્રને પરમાત્માની સાથે વાગ્ય-વાચક-ભાવને સંબંધ છે. અંતરાત્માની સાથે સાતા-ય ભાવને સંબંધ છે. એ સંબંધનું જ્ઞાન મન દ્વારા થાય છે. એ સંબંધની ક્ષિા પ્રાણ દ્વારા થાય છે.
વર્ણને પ્રાણની સાથે, પ્રાણને મનની સાથે, મનને આત્માની સાથે, આત્માને પરમાત્માની સાથે અને પરમાત્માને અંતરાત્માની સાથે પરસ્પર અવિનાભાવી સંબંધ છે. તેથી વર્ણ-સમૂહાત્મક મંત્રનું આરાધના કરવાથી પ્રાણ, મન, આત્મા, પરમાત્મા અને ગુરુ એ બધાંની સાથે સંબંધ બંધાય છે. અને એ સંબંધનું જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ જેમ જેમ વધુ પ્રમાણમાં થતું જાય છે, તેમ તેમ જીવની કર્મથી, કર્મજનિત ઋણથી અને ઋજનિત ચાર ગતિમાં પરિભ્રમણ કરવારૂપ અનર્થથી મુક્તિ થાય છે,
એ “મુક્તિ” અનંત અને અવ્યાબાધ સુખથી યુક્ત છે. મંત્ર પાંચ પર્યાયને જણાવે છે.
મૂર્તિ પાંચ પર્યાયના આધારભૂત દ્રવ્યને જણાવે છે અને આગમ એ દ્રવ્યને અભિમુખ પર્યાયને બતાવવાની રીતને જણાવે છે.
પાંચ યુદ્ધ પર્યાયનું અસ્તિત્વ આ વિશ્વમાં છે, એમ શ્રી પંચ પરમેષ્ટીમંત્રનું (નવકારનું) અસ્તિત્વ સાબિત કરે છે.