________________
નાદ
૫૩૫
પ્રાણુનું સ્વ-સ્થાન “બ્રહ્મરન્દ્ર છે, ત્યાં તે મનની સાથે સ્થિરતા અને લયને પામે છે. તેને મધ્ય નાડીમાં સુષષ્ણામાં સમરસભાવથી સંચાર થતાં જ મનની સ્થિરતા ઉત્પન્ન થાય છે. તે જ્યારે અત્યંત સ્થિર થાય છે, ત્યારે “મન”ની' કહેવાય છે.
ઉચ્ચાર વડે સમુચ્ચાર (હવ, દીર્ઘ, હુતાદ્રિ) અને સમુચ્ચાર વડે અનુચ્ચાર્ય (બિંદુ આદિ અવસ્થાઓ) રૂપ અર્થ માત્રા ઉચ્ચારને એગ્ય થાય છે. સૃષ્ટિ બીજ= સાબહિર્મુખગતિ=પરા વૈખરી ખરી. સંહારબીજ=હા-અંતર્મુખગતિ=ખરીથી પરા અનાહત શબ્દનો અનુભવ=અમૃતોપમ. પ્રત્યય-નાદને અભ્યાસ, નાડી શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ અને ભૂતશુદ્ધિ કરે છે. વૈખરી વાણી વ્યક્ત હોય છે. શબ્દ–અર્થ વચ્ચે ભેદ. મધ્યમા–વ્યક્તાવ્યક્ત. શબ્દ–અર્થ વચ્ચે ભેદભેદ. પયંતી-અવ્યક્ત. શબ્દ–અર્થ વચ્ચે અભેદ. પશુ-પરમ અવ્યક્ત અર્થને સાક્ષાત્કાર.
શબ્દને જપાદિ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે ત્યારે તે દિવ્ય વાણીમાં પરિણમી, અભિમત અર્થની સિદ્ધિ કરે છે.
જ્ઞાનતિથી પ્રભુ પ્રતિમાના દર્શન થાય છે અને અનાહત નાદથી પ્રભુ નામના મંત્રનો જાપ થાય છે.
તિદર્શનનું આલંબન શ્રી જિનપ્રતિમા છે અને નાદાનુસંધાનનું આલંબનના મંત્ર છે. મંત્ર વડે નાદ-બિંદ-કલાને પુનઃ પુનઃ અભ્યાસ થાય છે. અને તે અભ્યાસના પ્રભાવે જ્યોતિ ઉત્પન્ન થાય છે. તે ચિન્મય જ્ઞાન જતિ આત્માનું સ્વરૂપ છે. તેની ઉપલબ્ધિ થવાથી પરમ પદની પ્રાપ્તિ થાય છે.
મંત્ર, નામ સ્વાધ્યાય સ્વરૂપ છે. અને પ્રતિમાનું દર્શન યાન સ્વરૂપ છે. સ્વાધ્યાયથી ધ્યાન અને ધ્યાનથી સ્વાધ્યાયને પુનઃ પુનઃ અભ્યાસ કરવાથી આત્મતત્વ પ્રકાશિત થાય છે.
આત્મા, નાદ અને જોતિ સ્વરૂપ છે. તેનું પ્રકટીકરણ મંત્ર અને મૂર્તિના અનુક્રમે જાપ અને દયાન વડે સુલભ બને છે. નાદનું આલંબન મંત્ર છે અને જાતિનું આલંબન મૂર્તિ છે.
ત્રણ પ્રકારની સૃષ્ટિ છે. સ્કૂલ-, સૂમ-૩, કારણ ત્રણ પ્રકારના ગુણ છે. સવ-, રજસ-૩, તામસ–મુ. ત્રણ પ્રકારની અવસ્થા છે. જાગૃત–સ, સ્વપ્ન-૩, સુષુપ્ત અવસ્થા. ત્રણ પ્રકારની વાણું છે. વૈખરી–બ, મધ્યમા-૩, પયંતી-મુ.