________________
મંત્રસિદ્ધિ
૫૪૩
શબ્દાનુસ ધાનથી અર્થાનુસ ધાન અને અર્થાનુસંધાનથી તરવાનુસ ધાન થાય છે, તવાનુસ'ધાનથી સ્વરૂપાનુસંધાન થાય છે.
સભેદ પ્રણિધાનના અર્થ સંબદ્ધ અથવા સંઋિષ ભેદ છે અને તે જ વાચ્યના વાચક્ર વડે સ‘સર્ગ સૂચવે છે.
ગુરુ પરપરાગત આચારનું અનુસરણ તે આમ્નાય છે.
મંત્ર પ્રદાતા અને મંત્રશક્તિમાં અત્યંત વિશ્વાસ એ વિશ્વાસ બાહુલ્ય છે.
ગુરુ, મંત્ર, દેવતામાં એકત્વની ભાવનાને તાત્ત્વિક વિમશ કહેવાય છે. તેથી મંત્ર ચૈતન્ય શીઘ્રપણે પ્રગટે છે.
શબ્દમાં અને કહેવાનું સ્વાભાવિક સામર્થ્ય છે અને તે સંકેત મુજબ કહે છે. સ...કેત આમ્નાયને કહે છે. આમ્નાય ગુરુપરંપરાને કહે છે.
ગુરુ આપ્તપુરુષ છે. આપ્તતાના કારણે વિશ્વાસ બેસે છે.
મંત્રપ્રદાતા ગુરુની શક્તિમાં અને મંત્રના વધુ પદામાં અચિન્ય સામર્થ્ય રહેલું છે, એવી શ્રદ્ધા અને વિશ્વાસ તે વિશ્વાસ બાહુલ્ય છે.
બીજું મહાન સહકારીકારણુ અભેદ ભાવના છે. અના પ્રત્યયની સાથે આત્માના અભેદ રહેલા છે અને આત્માની સાથે દેવતા અને ગુરુતત્ત્વના અભેદ રહેલા છે. એ રીતે ઐકયનું ભાવન, આત્મજ્ઞાનનું સાક્ષાત્ કારણ બને છે.
મંત્રમાં શબ્દશક્તિ, પુરુષશક્તિ અને પ્રત્યયની સાથે અભેદ બુદ્ધિ જરૂરી છે. શબ્દ, અ, પ્રત્યય અને તે બધાના પુરુષની સાથે અભેદ મળીને પેાતાનું કાર્ય કરે છે.
મંત્રજાપના અભ્યાસથી રજો-તમા મળ દૂર થાય છે. ઈડા–પિંગળા થ‘ભી જાય છે. સુષુમ્હા ખૂલે છે. પ્રાણ શક્તિની સહાયથી શુદ્ધ થયેલ મત્રશક્તિ ઊર્ધ્વગમન કરે છે.
આ અવસ્થામાં અનાહતનાદના અનુભવના પ્રારંભ થાય છે. તેને મંત્ર ચૈતન્યના ઉન્મેષ થયેા કહેવાય છે. મંત્ર ચૈતન્ય એટલે પ્રાણમય નાદશક્તિના આવિર્ભાવ.
નાદાન્તના ભેદન પછી દેહાત્મભાવ સવથા નાશ પામે છે. તેથી આત્માની મહાન શક્તિઓના અનુભવ થાય છે.
મંત્રસિદ્ધિના આ કારણેાનું સ્વરૂપ જાણી, સમજી, સ્વીકારી, તે પ્રમાણે વર્તવાની ભલામણુ છે. પ્રત્યેક કારણ એના સ્થાને એકસરખુ* ઉપકારી છે એમ સમજીને તેના ઉપયોગ કરવામાં વિવેક દાખવવા જોઈએ.
卐