________________
પ૩૨
આત્મ-ઉત્થાનને પાયો કાર પરમાત્મ વાચક છે. અને પરમાત્મા એ શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ છે.
કાર વડે વ્યવહાર નયથી શુદ્ધ-દ્રવ્ય-ગુણ-પર્યાયમય શ્રી પંચ પરમેષ્ઠિનું ધ્યાન થાય છે. ત્યાં નિજત્વ અને જિનવ એક થઈ જાય છે.
તેથી એકાર એ શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનું પ્રતીક છે, એમ માનીને તેનું ધ્યાન કરવાથી આત્મા, સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરે છે. નિર્મળતા, સ્થિરતા અને તન્મયતા જેમજેમ વધતી જાય છે, તેમ-તેમ અસંખ્ય-અસંખ્ય કર્મની નિર્જરા દ્વારા જીવ, મેક્ષસુખને અધિકારી થાય છે.
એ કારમાં જે નાદ, બિંદુ અને કલાનું ધ્યાન છે, તેને જ નાદ=દ્રવ્ય, બિંદુ-ગુણ અને કલા=પર્યાયનું ધ્યાન કહેવાયું છે.
'इस्वो दहात पापानि, दीर्घः संपत्प्रदोऽव्ययः । अर्धमात्रसमायुक्तः, प्रणवो मोक्षदायकः ॥' ॐकारं बिन्दुसंयुक्तं,, नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥
નાદ
सिद्धो वर्ण समाम्नायः । માતૃકાને દરેક વર્ણ સંકેત નિરપેક્ષ હોવાથી વાચ્યાર્થથી રહિત છે. વાચ ન હોવાથી વાચક પણ નથી. તેથી કેવળ નાદને જ અનુભવ થાય છે. વર્ણને આત્મા નાદ હેવાથી તેના અનુસંધાન વડે સર્વશ્રુતના પારગામી થવાય છે.
વર્ણમાલાના ત્રણ ખંડ છે. આ ખંડ ૧૬ સ્વરે ચન્દ્ર મંડલ છે. # ખંડ ૨૫ પશ વ્યંજન સૂર્યમંડલ છે. ૨ ખંડ ૮ ઉમાક્ષર અગ્નિ મંડલ છે. સ્વર શિવવાચક અને વ્યંજને શક્તિવાચક છે.
માતૃકા વર્ણ સમૂહને સિદ્ધચક કહે છે. "अकारादि क्षकारान्तानां पंचाशतः सिद्धत्वेन प्रसिद्धानां यश्चक्रं समुदायस्तञ्च सिद्धचक्रम् ।"
જ્ઞાન શક્તિની પ્રસારક હોવાથી માતૃકા, આત્માની શાન શક્તિ છે. તેને વણ તનું પણ કહે છે.
વણે દેહના સ્થાને છે અને માતૃકારૂપી જ્ઞાનશક્તિ આત્માના સ્થાને છે. એ જ્ઞાનશક્તિને પ્રગટ ઉન્મીલન કરનાર વૈખરી આદિ ચાર પ્રકારની વાણી છે.