________________
४८७
આદશમુનિજીવન
સાધુપણાને સ્વીકાર કર્યા પછી, ગુરુકુળવાસમાં મુનિએ કેવી રીતે વસવું જોઈએ કે જેથી તેને આરાધક ભાવ સદાકાળ ટકી રહે અને ગુરુકુળવાસથી મળતા બધા અનુપમ લાભ તે ઉઠાવી શકે તે હકીકત ટૂંકાણમાં છતાં સ્પષ્ટ રીતે અહી રજુ કરવાને ઉદ્દેશ છે.
જે ગુરુકુળવાસમાં મુનિએ વસવાનું છે, ત્યાં સાથે રહેતા સર્વે મુનિઓ હમેશાં એક જ વિચારના કે એક જ પ્રકૃતિના હોય તે બાબત અસંભવિત છે.
અનાદિ કાળથી સર્વે આત્માના સ્વભાવ કુદરતી રીતે ભિન્ન ભિન્ન પ્રકારે ઘડાયેલા હોય છે. તેમનું તે ઘડતર ફેરવી નાખવું એ કેઈને હાથની વાત નથી.
વળી સર્વ આત્માની ભસ્થિતિ પણ એકસરખી હોતી નથી. કેઈ લઘુકર્મી આત્મા અલ્પકાળમાં મુક્તિમાં જવાનું છે, તે કઈ આત્મા લાંબા ગાળે મુક્તિમાં જવાનું છે.
ભવસ્થિતિ પરિપકવ થયા વિના આત્મા ઉપર લાગેલા રાગાદિ મળે, એ ઈરછે તે પણ, ઓછા થઈ શક્તા નથી અને ભવસ્થિતિની પરિપકવતા એ કોઈની બનાવેલી વસ્તુ નથી, પણ સ્વભાવથી જ છે પાંચ સમવાયના મેળાપથી નીપજતી વસ્તુ છે.
આ પાંચ સમવાના મેળાપ એ કોઈના હાથની વાત નથી. એટલે જે ગુરુકુળવાસમાં મુનિએ વસવાનું ત્યાં ભિન્નભિન્ન પ્રકૃતિના આત્માએ રહેવાના જ.
અધિકગણ, સમાનગુણી, હનગુણી અને નિર્ગુણી આ પ્રમાણે ચાર વિભાગમાં સર્વ પ્રકારના આત્માઓને સમાવેશ થઈ જાય છે.
આ ચારે પ્રકારના આત્મા સાથે વસનાર મુનિ જે સાવધ ન રહે તે તેને સર્વ સ્થાનેથી બંધાવાનું જ રહે છે. અને સાવધ રહે તે ઉક્ત ચારેય સ્થાન એના આત્મા માટે લાભદાયી બની રહે છે.
- જ્યારે જ્યારે પ્રસંગ પડે ત્યારે ત્યારે પોતાને આરાધક ભાવ ટકાવી રાખવા માટે ચારે પ્રકારના મુનિએ સાથે, મુનિ કેવી ભાવનાપૂર્વક વતે તે અહીં બતાવવામાં આવે છે.
પિતાથી અધિકશુને નેઈને તે એમ ચિતવે કે, ગુણની પ્રાપ્તિ ગુણીના ગુણને જોઈને મનમાં રાજી થવાથી, તેની અનુમોદના કરવાથી, તેને ગુણની પ્રશંસા કરવાથી થાય છે. હું ભાગ્યશાળી છું કે, તેવા ગુણી આત્માઓને મને હંમેશાં સાક્ષાત્ સમાગમ પ્રાપ્ત થયો છે. તેથી આ ગુણના પ્રતાપે જ મારામાં ગુણની ખિલવણ થશે અને મારા અવગુણ નાશ પામશે.
સમાનગુણીને જોઈને તે એમ ચિતવે કે, આ જગતમાં સર્વ વસ્તુ સુલભ છે, પણ સમાન ગુણવાળા આત્માઓને સમાગમ દુર્લભ છે. જે ગુણની પ્રાપ્તિ મેં કરી છે, તે જ ગુણની પ્રાપ્તિ આ પુણ્યવાન આત્માએ કરી છે અને તેને મને સમાગમ થવાથી હું ધન્ય છું.