________________
૫૧૬
આત્મ-ઉત્થાનને પાયો વચનાનુષ્ઠાનની સંગતિ વિધિ-નિષેધરૂપ વચનાનુણાનમાં એકાંત ન હોવા છતાં તેમાં મુખ્ય પ્રવર્તકનું ધ્યાન તે એકાંતે અનુસ્મૃત છે. અને એ ધ્યાન જ કર્મક્ષયનું મુખ્ય સાધન બને છે.
अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति ।
हृदयस्थिते च तस्मिन् , नियमात् सर्वार्थसंसिद्धिः ॥ મેક્ષનું અનંત સાધન આત્મજ્ઞાન છે. તેનું સાધન પરમાત્મ-ધ્યાન છે. અને તેમાં આલંબન વચનાનુષ્ઠાન છે.
સર્વત્ર મુખ્ય પ્રવર્તક પરમ ગુરુ શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન સતત ચાલુ રખાવવું એ વચનાકાનનો મહિમા છે. એ ધ્યાન જ આત્મજ્ઞાનનું કારણ બનીને કર્મક્ષય કરાવનાર થાય છે.
પિતાની ભૂમિકાને અનુરૂપ દ્વાદશાંગીને સ્વાધ્યાય હાય કે માત્ર શ્રી નવકારનું ધ્યાન હોય, પણ બંને વડે શુભ પરિણામની પ્રાપ્તિ દ્વારા કર્મક્ષય થાય છે. તેમાં પ્રધાન કારણું, તે દ્વારા થતું શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન જ છે. એમ વચનાનુષ્ઠાનની વ્યાખ્યા દ્વારા સમજી શકાય છે.
એ વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ માટે પ્રતિભક્તિ અનુષ્ઠાન પણ ઉપયોગી હેવાથી તેને આદર કરવાને હેય છે.
પ્રીતિરૂપે, ભક્તિરૂપે કે વચનરૂપે નાનું કે મારું કઈ પણ અનુષ્ઠાન, સાક્ષાત્ કે પરંપરાએ અસંગાનુષ્ઠાનનું કારણ બનીને મોક્ષસાધક થાય છે. કહ્યું છે કે,
'मोक्ष : कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तद्ध्यानं हितमात्मनः ॥'
પ્રાણાયામ પ્રાણાયામ બે પ્રકાર છે. દ્રવ્ય પ્રાણાયામ અને ભાવ પ્રાણાયામ. દ્રવ્ય પ્રાણાયામમાં પવનને નિષેધ હોય છે. ભાવ પ્રાણાયામમાં માનસિક અશુદ્ધ વિકલ્પને નિધિ હોય છે. દ્રવ્ય પ્રાણાયામની સાધનાથી વાત, પિત્ત અને કફ એ ત્રણ પ્રકારના દેષ નાશ પામે છે. ભાવ પ્રાણાયામથી મિથ્યાત મંદ થતાં, વિષય-કષાય નાશ પામે છે.
એ રીતે બંને પ્રકારના પ્રાણાયામથી બાહો તેમ જ અંતરંગ બધા દે શમે છે. કાતિ, પુષ્ટિ અને ધય વગેરેની વૃદ્ધિ થાય છે તથા સાધક અકલુષિત મનવાળો થાય છે. મનની તે અકલુષિતતા ઔદાસિન્ય-માધ્યશ્યના સેવનથી વૃદ્ધિ પામે છે. સાધક પ્રમાદ