________________
સવ આગમોનું પરમ રહસ્ય રહિત થઈને એકાંતનું સેવન કરતે થાય છે. એનાથી ધર્મચિ વધે છે. બાહ્ય મળરૂપ શારીરિક રોગો નાશ પામે છે, અંતરંગ મળરૂપ અશુદ્ધ ધ્યાનાદિ ટળે છે. એ રીતે સાધક શુભ અધ્યવસાયવાળે થાય છે.
આ સાધક જે હૃદય-કમળમાં ગુરુ ગમપૂર્વક, પાંચ વાયુના પાંચ બીજની સ્થાપના ધારણ કરે, તે કાળ કરે તે પાંચ વાયુઓનું સમ્યગૂ ગ્રહણ-ઉત્થાન થાય છે. તેથી અનાહત નાદ પ્રગટે છે.
જેમાં કુંભક ન હોય, તેને પ્રાણાયામ નહિ, પણ વ્યાયામ ગણાય છે.
સર્વ આગમોનું પરમ રહસ્ય શાસ્ત્રોક્ત સર્વ અનુષ્ઠાને આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પરમાત્માના ધ્યાનમાં તન્મય બન્યા વિના પ્રાપ્ત થઈ શકતાં નથી.
શ્રી અરિહંત પરમાત્માના નામ-સ્મરણ, મૂર્તિ-દર્શન, ગુણચિંતનાદિ દ્વારા અને અસંયમ-ત્યાગ અને સંયમ-સેવનરૂપ તેમની આજ્ઞાનું પાલન દ્વારા તેમના ધ્યાનમાં એકાગ બનવાથી પ્રગટે છે. અનુક્રમે તેમના ધ્યાનમાં લયલીન બની આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરે એ જ સર્વ આગમનું પરમ ૨હસ્ય છે. કહ્યું છે કે
ગ અસંખ્ય છે જિન કહા, નવ૫૦ મુખ્ય તે જાણે રે, એહ તણે અવલંબને આતમ ધ્યાન પ્રમાણે રે.” શ્રી જિનેશ્વર દેવોએ સાધક યોગના અસંખ્ય પ્રકાર બતાવ્યા છે. તેમાં શ્રી અરિહંતાદિ નવપનું આલંબન મુખ્ય છે.
નવપદના આલંબનથી આત્માનું ધ્યાન પ્રગટે છે અને આત્મયાન, એ જ અંતે પ્રમાણભૂત છે. કેમ કે આત્મધ્યાન વિના મુક્તિ સુખ મેળવી શકાતું નથી.
આત્મધ્યાન માટે પરમાત્મધ્યાન, પરમાત્મ-થાન માટે નામ-સ્મરણ, મૂર્તિદર્શન ગુણચિતનાદિ સાધન છે. અને તે માટે આશ્રવના ત્યાગરૂપ અને સંયમના સેવનરૂપ આજ્ઞાનું પાલન છે. આજ્ઞા પાલનથી ચિત્તની નિર્મળતા, ગુણચિંતન વડે ચિત્તની સ્થિરતા અને નામસ્મરણાદિ વડે તન્મયતા પ્રાપ્ત થઈ શકે છે.
તન્મયતા એ જ સમાપત્તિ છે.
આ સર્વાગમ રહસ્યને સમજી સ્વીકારી આત્મભૂખ જગાડવી તેમાં જ દેવદુર્લભ માનવભવની સાર્થકતા છે. અન્ય ગતિઓમાં આગ દુર્લભ છે.