________________
પાટ
આત્મ-ઉત્થાનના પાયા
પરમાત્મધ્યાનનાં ચાર માધ્યમ
नामाकृतिद्रव्यभावैः पुनतजिज्जनम् । क्षेत्र काले च सर्वस्मिन्नईतः समुपास्महे ॥१॥
પેાતાના નામ, આકૃતિ દ્રવ્ય અને ભાવ દ્વારા જે અરિહંત પરમાત્માએ સમગ્ર વિશ્વમાં, સર્વ કાળે જગતના જીવાને પવિત્ર બનાવે છે તે શ્રી અરિહતાની અમે ભાવપૂર્વક ઉપાસના કરીએ છીએ.
નામજિન-સ્થાપનાજિન-દ્રવ્યજિન અને ભાવવજનના ભેદથી શ્રી અરિહંત ચાર પ્રકારના હાય છે :
૧. નામજિન : જિનેશ્વર પરમાત્માનું નામ જેમ કે શ્રી પાર્શ્વનાથપ્રભુ, શ્રી વધુ માનવામી વગેરે.
૨. સ્થાપનાજિન: શ્રી જિનેશ્વર પરમાત્માની મૂર્તિ.
૩. દ્રવ્યજિન: શ્રી જિનેશ્વરપને પામનાર જીવા જેમ કે ભવિષ્યમાં તીથ કર પરમાત્મ થનારા શ્રી કૃષ્ણ વાસુદેવ, શ્રી શ્રેણિક મહારાજા વગેરે અને શ્રી ઋષભાદિક ચાવીસ શ્રી તીર્થકર ભગવંતા વગેરે. જેઓ જિનપદ પામીને અત્યારે સિદ્ધ થયેલા છે. તે બધા દ્રવ્યજિન છે.
૪. ભાવજિન : સમવસરણમાં બિરાજમાન થઈને પોતાની નિમળ વાણી વડે ભવ્ય જીવાના સદેહ દૂર કરી રહ્યા છે, શ્રી સીમ’ધરસ્વામી આદિ વિહરમાન જિનેશ્વરા,
સમવસરણમાં સ્થિત શ્રી જિનેશ્વર ભગવા ભાવ નિક્ષેપ વડે જેમ ત્રણ જગતના જીવાને પવિત્ર કરી રહ્યા છે, તેમ તેમના નામનિક્ષેપ, સ્થાપનાનિક્ષેપ અને પૂર્વોત્તર અવસ્થારૂપ દ્રવ્ય-નિક્ષેપની ઉપાસના દ્વારા પણ ભવ્ય જીવેા પરમ વિશુદ્ધ ભાવ ઉત્પન્ન કરી આત્માને નિર્મળ મનાવી શકે છે.
વર્તમાન કાળમાં આપણા ભરતક્ષેત્રમાં ભાવ જિનેશ્વરદેવના વિરહ હોવા છતાં તેમનાં નામ, આકૃતિ અને દ્રવ્યની ઉપાસના દ્વારા તેમના સાક્ષાત્ સ્વરૂપની ઉપાસનાથી જેવી નિમળતા અનુભવી શકીએ, તેવી જ નિમ ળતાના અનુભવ કરી શકાય છે.
શ્રી જ્ઞાનવિમળસૂરિષ્કૃત ચૈત્યવંદનમાં એક સ્થળે ફરમાવ્યું છે કે— નામે તા જગમાં રહ્યા, સ્થાપના પણ તિમહી, દ્રવ્યે ભવમાંહી વસે, પણ ન કળે ક્રિમહી ॥ ૧ ॥