________________
પર૧
સ` આગમાનુ” પરમ રહસ્ય
સ્થાપના–નિક્ષેપે શ્રી અરિહંતની ભક્તિ
નામની જેમ આકૃતિ પણ વસ્તુના જ પર્યાય હાવાથી વસ્તુમાં જ રહે છે.
શ્રી અરિહંત પરમાત્માની શાન્ત રસમયી મનોહર મૂર્તિ પણ શ્રી અરિહંત સ્વરૂપે છે અને એમના અન ત ગુણૈાના જ સાક્ષાત્કાર કરાવે છે. વીતરાગના અનંત ગુણા અરૂપી હાવા છતાં મૂર્તિ દ્વારા તે મૂત થાય છે.
જ્ઞાન અરૂપી હોવા છતાં જેમ રૂપી અક્ષરા દ્વારા વ્યક્ત થાય છે, તેમ શ્રી જિનપ્રતિમાદ્વારા, શ્રી જિનેશ્વરદેવમાં રહેલા વીતરાગતાદિ ગુણે। અભિવ્યક્ત થાય છે. તે કારણે શ્રી જિનાગમામાં શ્રી જિનની મૂર્તિને જિનેશ્વર તુલ્ય કહી છે.
સાક્ષાત્ શ્રી જિનેશ્વરદેવનાં દેન, વંદન, પૂજન, સ્તવન કે ધ્યાનાદિ કરવાથી આત્મવિશુદ્ધિરૂપ જે ફળ મળે છે, તે જ ફળ શ્રી જિનપ્રતિમાના દેશ'ન, વંદન, પૂજન, સ્મરણ અને ધ્યાનાદિથી મળે છે.
શ્રી અરિહંત પરમાત્માની મૂર્તિના દર્શન વડે તેમની પૂર્ણ પ્રભુતાનું જ્ઞાન થાય છે, તે વખતે આત્મદ્રવ્યની તુલ્યતા હોવાથી સ્વાત્મામાં પણ તેવી પ્રભુતા રહેલી છે, તેનું ભાન થાય છે, તેની રુચિ પ્રગટે છે અને તે રુચિ અનુસાર આદર-બહુમાન જાગે છે. અનુક્રમે વીડૈદાસ વધતાં જ્યારે પરમાત્માના ધ્યાનમાં તન્મયતા સધાય છે, ત્યારે ધ્યાતા પેાતાને ધ્યેય સ્વરૂપે અનુભવે છે.
એ અરિહંત પરમાત્માની મૂર્તિ, એ શ્રી અરિહંત પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. તેથી તેને રૂપસ્થ ધ્યાન કહેવાય છે.
આકાર જ્યાતિરૂપ છે, જ્યાતિ જ્ઞાનમય છે અને જ્ઞાન આત્મમય છે. તત્ત્વથી તે ત્રણની એકતા હોવાથી તેના અનુભવ પરમાત્માનું સાક્ષાત્ ઇČન કરાવનાર થાય છે. દ્રષ્ય—નિક્ષેપે શ્રી અરિહંતની ભક્તિ
શ્રી અરિહંત પરમાત્માની પૂર્વ એટલે પહેલાંની અવસ્થા અને ઉત્તર એટલે પછીની અવસ્થા, એ દ્રવ્યઅરિહંત છે.
સિદ્ધ અવસ્થાને પામેલા અહિતા જેમ દ્રવ્યજિન છે, તેમ ભવિષ્ય કાળમાં તીર્થંકર થનારા શ્રી શ્રેણિક, કૃષ્ણાદિના જીવા પણ ટ્રેજિન છે.
ચતુર્વિધ શ્રી સધમાં આવા ઉત્તમ આત્માએ હમેશાં ગુપ્તપણે હોય છે. તેમને એાળખવાનુ કામ ઘણું અઘરું હાવા છતાં, સંઘભક્તિ અને સાધર્મિક વાત્સલ્ય દ્વારા તેમની ભક્તિ થઈ શકે છે. તેમની શક્તિ તે વસ્તુતઃ શ્રી તીથ કર દેવની જ ભક્તિ છે.
આ. ૬ઃ