________________
પર
આત્મ-ઉત્થાનનો પાયો
શ્રી અરિહંત પરમાત્માનું નામ એ તેમને મંત્રાત્મક દેહ છે. મેક્ષગમન સમયે સર્વ શ્રી અરિહતે વિશ્વના છના ઉદ્ધાર માટે પિતાનું મંત્રાત્મક શરીર આ જગતમાં મૂકતા જાય છે કે જે વડે તેમની ગેરહાજરીમાં પણ સાધક તેનું આલંબન લઈને, સર્વ પાપને ક્ષય કરી મુક્તિપદને મેળવી શકે અર્થાત ભાવ અરિહંતરૂપ સ્વ આત્મ-સ્વરૂપનાં દર્શન કરી સકળ કર્મથી મુક્ત થઈ શકે.
નામ અરિહંત એ અક્ષરાત્મક છે. અક્ષર એ મંત્ર સ્વરૂપ છે. મંત્ર માત્ર, તત્વથી નાદ સ્વરૂપ છે. જ્યારે “અહ” આદિ મંત્ર નાદરૂપે પરિણમે છે, ત્યારે આ દેહમાં જ પરમાનંદને અનુભવ થાય છે.
આ પ્રમાણે એ મંત્રપ્રયોગની સાધના એ પણ નામઅરિહંતની જ આરાધના છે.
“અહ' આદિ મંત્રના થાનમાં એકાકાર બનવાથી શ્રી અરિહંત પરમાત્મા સાથે એકાકારતા સધાય છે.
અરિહંત' એ શબ્દ શ્રી અરિહંત પરમાત્માને વાચક હોવાથી કથંચિત્ અરિહંત સ્વરૂપ છે. તેથી શ્રી અરિહંતના ધ્યાનમાં તન્મય બનેલે સાધક પણ ઉપગથી અરિહંત બને છે અને અરિહંતાકાર ઉપગ, સર્વ પાપનો નાશ કરવા સમર્થ છે.
અન્ય સ્થળે વાણીના ચાર પ્રકાર બતાવ્યા છેઃ ૧. વૈખરી, ૨. મધ્યમા, ૩. પશ્યન્તી અને ૪. પરા. આ ચારે પ્રકારની વાણી, ઉત્તરોત્તર અધિક ફળવતી છે.
૧. ખરી વાણી તે મુખગતા છે પરમાત્માના નામને ભાગ્યે જાપ તેમ જ સ્તુતિ, તેંત્ર વગેરે સ્પષ્ટ ઉચારપૂર્વક બેલવામાં આવે, તે વૈખરી વાણી છે.
૨. મધ્યમા વાણી તે કઠગતા છે તેના વડે ઉપાંશુ જાપ થાય છે. ઉપાંશુ એટલે એટલે જેમાં માત્ર હેઠ અને જિહા જ ચાલતા હોય તે.
આ જા૫ વખતે મંત્રના અક્ષરેને દવનિ, સાધક પિતે જ સાંભળી શકે છે. પાસે બેઠેલી વ્યક્તિને પણ તે સંભળાય નહિ, એવી રીતે તે જાપ કરવાનું હોય છે.
૩. પશ્યન્તી વાણી હૃદયગતા છે? માનસજાપ તથા કાર્યોત્સર્ગોદિ વખતે આ હદયગતા પશ્યન્તી વાણીને ઉપયોગ થાય છે.
૪. પરા વાણી નાગિતા છે. આ વાણી વડે જ્યારે જાપ થાય છે, ત્યારે ધ્યાતા, દયેય અને ધ્યાન ત્રણેયની એકતા સધાય છે. અર્થાત્ ધ્યાતા પિતાના આત્માને દયેયસ્વરૂપે નિહાળે છે.
આ રીતે નામનિક્ષેપ વડે થતું શ્રી અરિહંતનું ધ્યાન, સ્મરણ, ચિંતન આદિ કર્મક્ષયનું અસાધારણ કારણ બને છે.