________________
સમાપરિયોગ
પ૨૭ સમ્યગ્દષ્ટિ જીવ, તે બધાં કારણોને કારણપણે સદહે છે, તેથી તેને દ્રવ્યભાવ સમાપત્તિને લાભ થાય છે. અને સમાપત્તિ જ તીર્થંકર નામકર્મના બંધ અને તીર્થકર નામકર્મના ઉદયનું પરમ કારણ બને છે.
| તીર્થકરોના ધ્યાનમાં યાતાની એક્તા જે-જે નિમિત્તો અને ઉપાદાનના કારણથી થતી હોય, તે બધાં નિમિત્ત અને ઉપાદાન કારને સમ્યગ્દષ્ટિ જીવ કારણપણે સહે છે. તેથી તેનું જ્ઞાન સમ્યગૂ બને છે.
સભ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન ગુણ સહિત સમ્યગ્દષ્ટિની પ્રવૃત્તિ અરિહંતાકાર ઉપગવાળી બનતી હોવાથી સમાપત્તિ સ્વરૂપ છે. એ સમપત્તિ અમુક કાળે જ પ્રાપ્ત થાય અને અમુક કાળે પ્રાપ્ત ન થાય, એવું સમ્યગ્દષ્ટિ છવ માટે બનતું નથી. કારણ કે તેની મન-વચન અને કાયા વડે થતી પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું પ્રણિધાન હોય છે આજ્ઞાપૂર્વકની પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ આજ્ઞાકારક શ્રી અરિહંત પરમાત્માનું હદયમાં ધ્યાન વર્તતું હોય છે. એ ધ્યાન, ધ્યાતા અને ધ્યેયની એકતારૂપ હોવાથી સમાપત્તિરૂપ બને છે. તેથી શાસ્ત્રમાં આજ્ઞાપાલનના અધ્યવસાયને જ નિરાશંસ અને નિઃશલ્ય ધર્મપ્રવૃત્તિ તરીકે વખાણવામાં આવેલ છે.
આજ્ઞાપાલનને અધ્યવસાય એક બાજુ પિતાની ભૂમિકાને અનુરૂપ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે અને બીજી બાજુ આજ્ઞાકારક પરમાત્માનું હૃદયમાં ધ્યાન ધરાવે છે. ભૂમિકાને ઉચિત અનુષ્ઠાન અશુભ આશ્રવને રોકે છે અને એ રીતે પરમાત્માનું હૃદયમાં થતું અનુસંધાન શુભ સંવર અને નિર્જશનું સાધન બને છે.
અશુભ આશ્રવને ત્યાગ, શુભ સંવરનું સેવન અને સકામપણે પરમાત્માના ધ્યાનથી થતી દ્રવ્ય અને ભાવનિર્જરા મુક્તિ માર્ગ બને છે. એ ત્રણેના એકત્ર મિલનથી જીવ સકળ કર્મ નિર્મોક્ષરૂપ મોક્ષને અચિરા-શાશ્વત કળ માટે પ્રાપ્ત કરે છે.”
ધર્મના ઉભય લક્ષણ-શુભાવ, સંવર અને નિર્જરા તથા સમ્યગશન, જ્ઞાન અને ચારિત્રને સંગ, આજ્ઞાપાલનના શુભ અધ્યવસાયમાં રહેલો છે. તેથી આજ્ઞા પાલનને શુભ અધ્યવસાય એ જ મેક્ષને પરમ હેતુ છે. સમાપત્તિ
સમાપત્તિ એ વિશિષ્ટ ભૂમિકા છે. વિષયની સમાપત્તિ વેગી પુરુષને થયેલી હોય તે પણ ભાવ નામધારી ચિત્તની ઉત્પત્તિ છે.
સમાપત્તિ વસ્તુતઃ તે છે, જેમાં ખરેખર સમાનતા-એકતા થાય.
આત્માની સમાપત્તિમાં, આત્મા તદ્રુપે પરિણામ પામે છે, માટે એ તારિક સમાપત્તિ છે.