________________
૫૨૬
આત્મ-ઉત્થાનને પાયો દ્રવ્યસમાપત્તિ
દ્રવ્ય શબ્દ જેમ અનુપગ વાચક છે તેમ કારણતાવાચી પણ છે. અનુપયોગ, અશુદ્ધોપગ, વિપરીત પગ, વિરુદ્ધપાગ-એ બધા દ્રવ્યવાચક બને છે.
સમાપત્તિ યાતાયેય અને ધ્યાનની એકતા સૂચક હે યા જ્ઞાતા-ય અને જ્ઞાનની એકતા-સૂચક છે, પણ જે તે ઉપયોગ શૂન્યપણે હોય યા અપગપણે હોય તે તે ભાવ સમાપત્તિ બનતી નથી, પણ દ્રવ્ય સમાપત્તિ બને છે.
સમ્યગ્દષ્ટિની ભાવસમાપત્તિ ઉપયુક્ત પણે હોય ત્યારે બને છે, તે આગમથી ભાવનિક્ષેપે હોય છે. તે આગમથી દ્રવ્ય નિક્ષેપે સમાપત્તિ મિથ્યાદષ્ટિને હેય છે અથવા ઉપગન્ય સમ્યગ્દષ્ટિને હેય છે.
ને આગમથી દ્રવ્ય નિક્ષેપ કારણુતાવાચી છે. તેથી શરીર અને ભવ્ય શરીરને ઉપાદાને કારણતાવાચી છે. અને , અને ભવ્યથી વ્યતિરિક્ત ને આગમથી દ્રવ્ય નિક્ષેપ નિમિત્ત કારણુતાવાચી છે.
જ્ઞાતાનું મૃત કલેવર પણ ભૂત પર્યાયનું કારણ છે અને ભવિષ્યમાં જ્ઞાતા બનનારનું વર્તમાન શરીર ભવિષ્ય પર્યાયનું ઉપાદાન કારણ છે. શરીર એ આત્માથી કર્થચિત્ અભિન્ન ગણીને અહી ઉપાદાન કારણ કહે છે. શરીર આત્માથી સર્વથા ભિન્ન હેય તે શરીરના નાશથી હિંસાનું પાપ ન લાગે, પણ શરીરના નાશથી આત્માને પીડા અનુભવ સિદ્ધ છે તથા શરીરાકાર પર્યાયને નાશ પણ પ્રગટ છે. તેથી શરીરાવસ્થામાં સંસારમાં આત્મા શરીરથી સર્વથા ભિન્ન નથી પરંતુ કથંચિત્ અભિન્ન છે. તેથી ભૂત અને ભાવિ જ્ઞાતાપણાનું જ્ઞાન હોવાથી અહીં ભૂતજ્ઞાતાને સશરીર અને ભવિષ્ય જ્ઞાતાને ભવ્ય શરીર દ્રવ્ય નિક્ષેપથી ઓળખવામાં આવે છે.
જ્ઞાતાપણામાં ઉપાદાન કારણ જેમ અત્યંતર કારણ છે, તેમ બાહ્ય કારણને નિમિત્ત કારણ તરીકે ઓળખાવાય છે. જ્ઞાતાપણુમાં જેટલાં નિમિત્તો કારણે છે તે બધાં દ્રવ્યનિક્ષેપમાં ગણવામાં આવ્યાં છે.
અરિહંતાકાર ઉપગમાં નિમિત્ત કારણ તરીકે નામ, સ્થાપનાની જેમ દ્રવ્યને પણ નિમિત્ત માનેલ છે. શરીર સિવાયના જે દ્રવ્યના સંબંધથી અરિહંતાકાર ઉપગ જ્ઞાતાના જ્ઞાનમાં આવે, તે બધા નિમિત્તે કારણે જ્ઞ, ભવ્ય, વ્યતિરિક્તને આગમથી દ્રવ્ય નિક્ષેપમાં ગણેલાં છે.
કાર્ય માત્રની ઉત્પત્તિ, ઉપાદાન અને નિમિત્ત ઉભય કારણોનાં સંગથી માનેલી છે.
અરિહંતાકાર ઉપયોગ પણ એક કાર્ય છે, તેથી તે કાર્યમાં ઉપાદાન કારણ જેમ આત્માથી કથંચિત અભિન્ન એવું ભૂત અને ભાવિ પર્યાયમાં કારણભૂત વર્તમાન શરીર છે, તેમ નિમિત્ત કારણ તરીકે નામ, સ્થાપના અને અનુપયેગી, પ્રતિયેગી આત્મા અને શરીરથી ભિન્ન સઘળાં કારણોને સમાવેશ થાય છે.