________________
સવ આગમોનું પરમ રહસ્ય
૫૨૩
ભાવાદ ભાવપ્રસૂતિ
ભાવથી ભાવની ઉત્પત્તિ થાય છે. જેમ પ્રગટ દીપકના પ્રકાશ સાથે એકમેક થવાથી બીજો અપ્રગટ દીવો પણ પ્રકાશિત બની અન્ય દીવાઓને પણ, પિતાના સમાન બનાવવા સમર્થ બને છે, તેમ કેવળજ્ઞાન-જ્યોતિથી પ્રકાશમાન એવા પરમાત્મા સાથે તન્મય બનેલે અંતરાત્મા પણ પરમાત્મ-જ્યોતિને પ્રાપ્ત કરે છે.
કહ્યું છે કે, જે સ્વયં જિનસ્વરૂપ થઈ જિનનું ધ્યાન કરે છે, તે જિન બને છે.
આગમથી ભાવનિક્ષેપે અરિહંત બનનાર “આગમથી પણ ભાવનિક્ષેપે અરિહંત બની શકે છે.
આગમથી એટલે ઉપગરૂપ અને “આગમથી એટલે સાક્ષાત્ સ્વરૂપે. ભાવ-અરિહંતના ધ્યાનમાં ઉપયુક્ત બનેલો સમ્યગ્દષ્ટિ ધ્યાતા પણ, તે ઉપગ વડે શ્રી અરિહંતપદની આરાધના કરી સાક્ષાત્ અરિહંત સ્વરૂપ બને છે. કહ્યું છે કે –
'आगमाभिहित-सर्वज्ञ-स्वरुपोपयोगोपयुक्तस्य तदुपयोगानन्यवृत्तेः परमार्थतः सर्वज्ञવઢવાત !”
-पोडशकवृत्ति આગમમાં બતાવેલ શ્રી તીર્થકરના સ્વરૂપમાં ઉપયુક્ત સાધક એ વસ્તુતઃ તીર્થકર વરૂપ છે; કારણ કે તે ઉપયોગ સાથે તેની અભેદવૃત્તિ છે.
એ રીતે સાક્ષાત્ શ્રી તીર્થકર પરમાત્માની જેમ શ્રી તીર્થંકર પરમાત્માનું નામ, મૂર્તિ, વાણી તથા ચતુર્વિધ શ્રી સંઘ પણ કથંચિત્ શ્રી તીર્થકર સ્વરૂપ છે, એમ સૂરમ બુદ્ધિ વડે સમજી, જેઓ નામાદિ ચારે નિક્ષેપોથી શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિ અને ઉપાસના કરે છે, તેઓ શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિના અધિકારી બની અપૂર્વ આત્મકલ્યાણને સાધનારા થાય છે,
દેવવંદન અને પ્રતિક્રમણ આદિ સૂત્રમાં પણ નામાદિ નિક્ષેપ વડે શ્રી જિનેશ્વર ભગવંતોની ભક્તિ કરવાનું વિધાન છે.
જેમ કે શ્રી “લેગસ” સૂત્ર દ્રારા નામ જિનની આરાધના થાય છે, અરિહંત ચેઈયાણું' સૂત્ર દ્વારા સ્થાપના જિનની આરાધના થાય છે, “નમુત્થણું સૂત્ર દ્વારા ભાવજિનની આરાધના થાય છે અને સિદ્ધાણું બુદ્ધાણં' આદિ સૂત્રો દ્વારા દ્રવ્ય જિનની આરાધના થાય છે. વળી કહ્યું છે કે
'परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति । ___ अर्हद्ध्योनावेण्टे भावार्हन् स्यात् स्वयं तस्मात् ॥'
જે ભાવ વડે જીવ પરિણમે છે, તે ભાવ સાથે તન્મય થઈ જાય છે. એથી જ શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનમાં તન્મય થયેલ આત્મા સ્વયં અરિહંત બને છે.