________________
૫૧
સર્વ આગમનું પરમ રહસ્ય
ભાવપણે સવિ એકરૂપ, ત્રિભુવનમાં ત્રિકાલે,
તે પારગને વંદીએ, ત્રિહું યેગે સ્વભાવે છે ૨ નામરૂપે અને સ્થાપનારૂપે પરમાત્મા સર્વ વિદ્યમાન છે, દ્રવ્યરૂપે પણ તેઓ વિશ્વમાં વિદ્યમાન છતાં એળખાતા નથી, ભાવરૂપે તે અર્થાત્ અરિહંતપણે તે પરમાત્મા જગતમાં ત્રણે કાળમાં વિદ્યમાન હેય છે.
સર્વ શ્રી તીર્થકર ભગવંતમાં આયુષ્ય, શરીરમાન વગેરેને ભેદ છતાં આહત્ય સમાન ભાવે રહેલું છે, તે અપેક્ષાએ સર્વ અરિહંતની એકરૂપતા છે. એવા પરબ્રહ્મ પરમાત્માને ત્રિકરણ બની શુદ્ધિપૂર્વક ભાસ્થળે બે હાથ જોડીને નમસ્કાર કરીએ. નામ–અરિહંત દ્વારા પ્રભુની ઉપાસના
શાઓમાં પ્રભુના નામને અચિત્ય મહિમા વર્ણવેલ છે. સર્વ આસ્તિક દર્શનકાર પિતપતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરીને પિતાના જીવને ધન્ય અને કૃતાર્થ બનાવે છે. નામસ્મરણ એ પ્રભુના ધ્યાનને સરળમાં સરળ ઉપાય હોવાથી બાળ-વૃદ્ધ સહુને તે એકસરખું ઉપકારક થાય છે.
જેનદનમાં શ્રી નમસ્કાર મહામંત્રને અચિંત્ય મહિમા વર્ણવે છે, તે નામસ્મરણને જ મહિમા સમજ. જૈન ધર્મમાં જન્મેલાને સૌ પ્રથમ શિક્ષણ શ્રી નમસ્કાર મહામંત્રનું જ આપવામાં આવે છે. અને પ્રત્યેક ધર્મક્રિયાના પ્રારંભમાં તેને ગણવાનું વિધાન છે, તે નામનિક્ષેપ વડે થતી એક પ્રકારની પ્રભુની ઉપાસના જ છે.
શ્રી નમસ્કાર મહામંત્રને મહિમા વર્ણવતાં કહ્યું છે કે તે દ્વાદશાંગને સાર છે, ચાદ પૂર્વને ઉદ્ધાર છે. સર્વ પાપને સમૂળ નાશ કરનાર છે, સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ છે, તેમ જ વર્ગ અને અપવર્ગનાં સુખનું તે મૂળ મંગળ છે. વિધિપૂર્વકની એ મહામંત્રની આરાધના શ્રી તીર્થંકરપદની પ્રાપ્તિ કરાવે છે. એ બધે પ્રતાપ નામનિક્ષેપ વડે થતી પ્રભુની આરાધનાને છે.
શ્રી કલ્યાણ મંદિર તેત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી ફરમાવે છે કે, “ભારતમવિશ્વમણિના કિન! સંતવત્તે, નામ ઘોતિ મતો મળતો જ્ઞાત્તિ ”
હે પ્રભે! તારા ગુણ-સ્તવનને મહિમા તે અચિંત્ય છે જ, પરંતુ તારું નામસ્મરણ પણ ભવ્ય જીવોને સંસારના ભયથી રક્ષણ કરે છે.
શ્રી ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગસૂરિજી ફરમાવે છે કે'त्वन्नाममंत्रमनिशं मनुजाः स्मरन्तः सद्यः स्वयं विगतबन्धभया भवन्ति । તારા નામરૂપી મંત્રનું સમરણ કરનારા જીવો શીધ્રપણે સ્વયમેવ બંધનના ભયથી મુક્ત થાય છે.