________________
૫૧૫
થાન-ચક
થું રાણુ કેવળી પ્રરૂપિત ધર્મનું : ધર્મનું શરણું એટલે અઢાર પા૫ સ્થાનકોથી રહિત, પરમ વિશુદ્ધ અને સચરાચર વ્યાપી શબ્દાતીત શક્તિનું શરણું.
જે જેના શરણે જાય તે તેના જે થાય! જેવો સંગ તેવો રંગ....!' જેવી સોબત તેવી અસર, એ ન્યાય અહીં કામ કરે છે.
આ ચાર શરણને મંગલના મહાકેન્દ્ર કહ્યાં છે અને મૈત્રી આદિ ચાર ભાવનાએ તેમાં જરૂરી સહાય પૂરી પાડે છે.
ધ્યાન–ચતુર્ક ૧. ધર્મધ્યાનના ચાર ભેદ છેઃ આશા, અપાય, વિપાક અને સંસ્થાન. ધર્મધ્યાનના ચાર આલંબન છે. વાચના, પૂછના, પરિવર્તન અને ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છેઃ એકવ, અનિત્ય, અશરણ અને સંસાર, ધર્મધ્યાનના ચાર લક્ષણ છે? આજ્ઞારુચિ, નિસર્ગ રૂચિ, સૂત્રરુચિ અને ઉપદેશરુચિ. (શ્રી ઉવવાઈ સૂત્ર)
૨. (અ) આર્તધ્યાનના ચાર પાયા છેઃ ૧. મને વસ્તુની અભિલાષા, ૨. અમનેશ વસ્તુના વિયોગની ઈચ્છા, ૩. ગિાદિ અનિષ્ટોના વગની ઈચ્છા અને ૪. પરભવના સુખ માટે નિદાન કરવું તે.
() આધ્યાનનાં ચાર લક્ષણ છેઃ ૧. ચિતા-શેક કરે, ૨. અશુપાત કરે, ૩. આજંદ-વિલાપ-શબ્દ કરીને રોવે, ૪. છાતી-માથું કૂટીને રવે.
૩. (૪) રૌદ્રધ્યાનનાં ચાર પાયા છેઃ ૧. હિંસા, ૨. જૂઠ, ૩. ચેરી, ૪. પરિગ્રહમાં આનંદ માન.
() રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણ છે. ૧ઃ થોડા અપરાધ પર ઘણે ગુસ્સે, ૨. ઘણા અપરાધ પર અમર્યાદ ગુ, ૩. દ્વેષ રાખ, ૪. જીવે ત્યાં સુધી ઠેષ રાખ.
૪. ગુલધ્યાનના ચાર પાયા છેઃ ૧. દ્રવ્યમાં અનેક પર્યાયનો વિચાર, ૨. અનેક પર્યાયામાં એક દ્રવ્યને વિચાર, ૩, યોગ-નિષેધ, ૪. સૂમક્રિયા નિરાધ.
૫. ફલધ્યાનનાં ચાર લક્ષણ છેઃ ૧. દેવાદિ ઉપસર્ગથી ચલિત ન થાય, ૨. સૂમભાવમાં સંદેહ ન કરે, ૩. શરીર અને આત્માને ભિન્ન ચિતવે, ૪. પરપુદ્ગલને ત્યાગ કરે.
૬. શુક્લધ્યાનનાં ચાર આલંબન છેઃ ૧. ક્ષમા, ૨. નિર્લોભતા, ૩. નિષ્કપટતા, ૪. નિર્માનતા.