________________
૪૮૮
આત્મ-ઉત્થાનને પાયે
હીન ગુણવાળા આત્માને જોઈને તે એમ ચિતવે કે આ જગતમાં સર્વ આત્માઓ મારાથી અધિક ગુણવાન કે મારા સમાન ગુણવાન હેત તે મારા ગુણની કિંમત પણ શી રહેત? જે કંઈ યાચક ન હોય તે દાતારના દાનની શી કિંમત રહે?
જે યાચક છે તે જ દાતાર દાન આપી શકે છે અને થોડું આપીને ઘણું પુણ્ય ઉપાર્જન કરે છે. માટે મારાથી હીન ગુણવાળા આત્માઓ છે તે મને પુણ્ય ઉપાર્જન કરવાની તક મળે છે.
દશ કરેડ શ્રાવકને જમાડવાથી જે પુણ્ય ઉપાર્જન થાય છે, તે પુણ્ય એક મુનિને દાન આપનાર શ્રાવક ઉપાર્જન કરે છે. તે જે મુનિ પ્રસુક અન્ન-પાણી આદિ લાવીને મુનિની ભક્તિ કરે છે, તેના પુણ્યનું તે પૂછવું જ શું?
ગુરુકુળવાસમાં વસતા મુનિઓએ પોતાનું કર્તવ્ય શું છે તેને જ ખ્યાલ રાખવો જોઈએ. તેમાં જ તેમનું હિત છે. જે બીજના કતવ્ય તરફ જેવા ગયા તે અનેક મુકેલીઓ ઊભી થઈ જશે અને આરાધભાવને ધક્કો પહોંચશે.
બીજનું શું કર્તવ્ય છે એ જેવાને અધિકાર ગુરુઓને છે, આપણે નથી. અને તેમ છતાં જેઓ આ પ્રકારની અનધિકાર ચેષ્ટા કરે છે, તેટલા અંશે તેમની આરાધનામાં મુકેલી ઊભી થાય છે. | મુનિ ધર્મને સ્વીકાર એ પિતાના આત્માની શુદ્ધિ કરવા માટે છે, તે હકીકતને ભૂલી જઈને, રેગ્યતા પ્રાપ્ત કર્યા સિવાય, બીજાને સુધારવાની પ્રવૃત્તિમાં પડી જવું એ સર્વથા અનુચિત છે.
અધિકાર પ્રાપ્ત કર્યા સિવાય, સત્ય વસ્તુને ઉપદેશ પણ નુકશાનકારક છે.
મુનિએ બીજાઓને હિતશિક્ષા અથવા અન્યમાં રહેલી ભૂલે પણ ત્યારે જ બતાવવાની આશા છે કે જ્યારે સામે ઈરછ હોય.
સામાની ઇચ્છા વિરુદ્ધ, જે સાચી પણ ભૂલ બતાવવામાં આવે છે તે તે લાભને બદલે નુકશાનમાં પરિણમે છે અને આરાધના વિનાપ્રચુર બની જાય છે.
આ જગતમાં મોટે ભાગે જે અશાન્તિ દેખાય છે, તેનું મૂળ કારણ જે કઈ હોય તે તે એ છે કે દરેક જીવને પોતાના વિચાર અને પિત માનેલા સિદ્ધાન્ત ઉપર એટલે બધો મદાર હોય છે કે તેમાં જે કઈતેની અનિચ્છાએ વચ્ચે આવે તે તેનાથી અકળાઈ ઊઠે છે.
પિતાના આચાર તેમજ વિચારમાં તે હંમેશાં સ્વતંત્ર રહેવા ઈચ્છે છે અને તેમાં ગમે તેવી ઉપકારક બુદ્ધિથી પણ જે કઈ વચ્ચે પડે છે તે અથડામણ ઊભી થયા વિના રહેતી નથી. અને તેથી જ શાસ્ત્રકાર ભગવંતેએ મુનિએ માટે “ઈચ્છા સામાચારી બતાવી છે. અને તેમાં સામાનું હિત કરવું હોય તે પણ તેમાં તેની ઈચ્છા કરાવ્યા પછી