________________
૫૦૦
આત્મ-ઉત્થાનને પાકે અતીન્દ્રિય એવા મોક્ષમાર્ગમાં આજ્ઞા પારતંત્ર સિવાય પ્રગતિ થઈ શકતી નથી, એ કારણે ધર્મને વિનયમૂળ કહ્યો છે.
વિનય વિના વિદ્યા નથી, અર્થ નથી, કામ નથી, ધર્મ નથી અને મેક્ષ પણ નથી.
અયોગ્ય વ્યક્તિ અને વસ્તુના વિનયથી જ સંસાર છે. તે સંસારને ક્ષય યોગ્યના વિનયથી જ થઈ શકે છે. મેહક્ષયનું નામ જ મોક્ષ છે.
મોહ એટલે અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, ઘર્મને અનાદર, પ્રમાદશીલતા, મન, વચન તથા કાયાના મેંગોને દુષ્ટ વ્યાપાર ઈત્યાદિ. તેને દવંસ આજ્ઞાપારતંત્ર્ય વડે થાય છે.
ઈરછા એ સંસાર છે. આજ્ઞા એ મેક્ષ છે. ઈરછા કર્મોદયજનિત છે. આજ્ઞા એ કર્મ ક્ષયે પશમ જનિત છે. સ્વમતિએ ચાલવાની ઈચ્છા એ મેહ છે. શાસ્ત્રમતિએ ચાલવાની વૃત્તિ એ વિવેક છે. વિવેક વડે મેહ છતાય છે.
સારને ગ્રહણ કરે અને અસારને છોડી દે તે વિવેક છે. સાર તે છે જેનામાં પરમ શુદ્ધત્વ છે. તેને જ જિનાજ્ઞા કહે છે. જેનું પાલન કરવાથી મિથ્યાત્વ મેહનીય પણ સર્વથા નાશ પામે છે. માટે સ્વમતિની તરફદારી છોડીને જિનમતિવંત બનવા શ્રી જિનમતિવંત ગુરુની આજ્ઞામાં રહેવામાં સર્વકાલીન હિત છે.
આ હકીક્ત કેટલી બળવાન છે, તે સમજવા માટે શ્રી ગૌતમસ્વામીજીના ગુરુ પારતંત્ર્ય ગુણને વારંવાર સ્મરણમાં લાવવું જ જોઈએ કે જેથી સ્વમતિના સંબંધનું વિસ્મરણ થાય અને તારા આજ્ઞાનું સ્વામીત્વ મન ઉપર સ્થાપિત થઈ જાય.
ગુરૂકૃપા અને ભક્તિ વાસનાની શક્તિ વિના ભક્તિ નહિ અને ભક્તિ વિના વાસનાની શાતિ નહિ. આ અન્યાશ્રય દેષને તેડવાને ઉપાય ગુરુકૃપા છે. ગુરુ એ લુહાર છે, તેની કૃપા એ હડે છે અને ભક્તિ એ તેનું મૂલ્ય છે. ભક્તિથી કૃપા અને કૃપાથી અન્યાશ્રય દેષનું નિવારણ થાય છે.
કાયાથી થતી ગુરુની ભક્તિ, આત્માની મુક્તિમાં કારણ બને. શિષ્યની ભક્તિ ગુરુની કાયાને ઉદ્દેશીને હોય છે અને ગુરુની કૃપા શિષ્યના આત્માને ઉદ્દેશીને હેય છે ગુરુની કૃપા શિષ્યના ચિત્તની સમાધિનું કારણ બને છે. ભક્તની ભક્તિ નિર્વિષયતા અને નિષ્કષાયતાના આનંદનો અનુભવ કરાવે છે. એ આનંદની આગળ દુનિયાના સઘળા સુખે તુચ્છ ભાસે છે.
ગુરુકૃપા એ માતાના સ્થાને છે. તેના પિળામાં વિશ્રાંતિ લેનારને વાસનાના જાળા ફસાવી શકતાં નથી. ગુરુકૃપાને કશું અસાધ્ય નથી. કૃપા ભક્તની ભક્તિને આધીન છે.