________________
દેવ-ગુરુ-ધમ
૫૧
શક્તિથી કૃપા વધતી જાય છે અને કૃપાથી ભક્તિ વધતી જાય છે. ગુરુકૃપા જેને પ્રાપ્ત થાય છે, તેના ચિત્તમાંથી એક બાજુ વિષયરતિ નાશ પામે છે, બીજી ખાજુ વીતરાગભક્તિ ઉત્પન્ન થાય છે.
ગુરુકૃપા મેાહનીયકર્મના ક્ષય કરી શકે છે, તેના પ્રભાવે વિષયવિરક્તિ અને જિનભક્તિ પ્રાપ્ત થાય છે. કૃપા એ એક એવુ તત્ત્વ છે કે જે નજરે ન દેખાતું હૈ।વા છતાં નજરે દેખાતી કોઈ પણ વસ્તુ કરતાં અતિ અધિક ઉપકાર કરે છે. તે ઉપકારનું નામ છે વિષયવિમુખતા અને નિર્વિષયી પરમાત્મપ્રીતિમાં અપૂર્વ રતિ.
ગુરુ આગળ લઘુ બનીને રહેવાય. તેના વલ'ત દાખલા શ્રી ગૌતમસ્વામીજી છે. પેાતે પ્રત્યેક સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીજી સમક્ષ નહિવત્ બનીને રહ્યા હતા માટે તે જ ભવમાં મુક્તિગામી બન્યા હતા. ‘હું કંઈક છું’ એવા ઘમંડ શિષ્યને ગુરુની કુપાથી 'ચિત રાખે છે. ગુરુને સર્વેસર્વાં માનનાર વિનીત શિષ્ય જ ગુરુની કૃપાને પાત્ર બને છે.
કુપાતુ તત્ત્વજ્ઞાન કહે છે કે, કૃપા જોઈતી હાય, તા અંદરથી ખાલી થઈ જાઓ. સત્ર વરસતા વરસાદ પણ ત્યાં જ ઝીલાય છે, જ્યાં પૂરતું ખાલીપણુ હોય છે. માટે ખાલી થઈને ગુરુને સમર્પિત થવામાં જ ગુરુકૃપાને પાત્ર થવાય છે.
卐
દેવ-ગુરૂ-ધમ
વીતરાગપણું એટલે પૂર્ણત્વ. અપૂર્ણતાનું કારણ રાગાદિ દોષા છે. તે આત્મામાંથી નાબૂદ થઈ ગયા પછી પૂર્ણત્વ પ્રાપ્ત થાય છે.
નિગ્રંથ વિના તીથની ઉત્પત્તિ જ નથી. તીર્થની હયાતિ સાધુ ભગવંતા હોય ત્યાં સુધી જ હાય છે. માટે જ શાસનને નિગ્રેન્થ પ્રવચન' શબ્દથી સમેધવામાં આવે છે,
પૂર્ણના કહેલા માગે પૂર્ણત્વની પ્રાપ્તિ માટે ઉદ્યત થયેલા હોય તે નિન્ય, સ્નાતક, પુલાક વગેરે નિગ્રન્થાના જ ભેદ છે. એ દરેકનું ધ્યેય વીતરાગતા અર્થાત્ પૂર્ણત્વની પ્રાપ્તિ છે.
આચાર્યાદિ ત્રણે શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રકાશેલા તત્ત્વાને તે રૂપે જ પ્રકાશે. તા જ તેઓ ગુરુપદે માન્ય થઈ શકે છે. પૂણુના આશ્રયે જ અપૂર્ણ પૂણુ ખની શકે છે.
દેવત્વના આધારે ગુરુતત્ત્વ છે, અને ગુરુતત્ત્વના આધારે ધર્માંતત્ત્વ છે. ઉત્પત્તિના ક્રમથી દેવ મુખ્ય છે અને સાધનાના ક્રમથી ધર્મ મુખ્ય છે,
ધર્મએ સનાતન સત્ય છે, તેને કોઇ બનાવતું નથી, પણ બતાવે છે. શ્રી તી કર પરમાત્મા પાતાની વાણી વડે તેને પ્રકાશિત કરે છે.