________________
ધ્યાનનું
સ્વરૂપ
૫૯૭
ધ્યાનનું સ્વરૂપ જૈન-પરંપરા માનસિક, વાચિક અને કાયિક-એમ ત્રણ પ્રકારનાં ધ્યાને દર્શાવે છે. શ્રી બૃહત્ કલ્પસૂત્ર લઘુ ભાષ્યમાં યાન” અને “ચિંતાનું લક્ષણ આ પ્રમાણે બતાવ્યું છેઃ
આત્માના દઢ-નિશ્ચળ અધ્યવસાય પરિણામને ધ્યાન કહેવામાં આવે છે અને તે દઢ અધ્યવસાયરૂપ અર્થાત્ મનઃ ધૈર્યરૂપ સર્વ પ્રકારનું ધ્યાન ચિંતનરૂપ હોવાથી, તેને ચિતારૂપ પણ કહી શકાય છે.”
આ અપેક્ષાએ ધ્યાન અને ચિંતાને અભેદ છે, પરંતુ દઢ અવસાય એક અન્તમુહૂર્તથી અધિક નિરંતર રહેતું નથી. તેથી એક ધ્યાનમાંથી બીજા સ્થાનના મધ્યમાં અદઢ અધ્યવસાયરૂપ “ચિંતા” છે, તેને ધ્યાનાન્સરિકા પણ કહે છે અને જે છૂટી-છૂટી (વિ-પ્રકીર્ણ) ચિત્તની ચેષ્ટા, તેને પણ ચિંતા કહે છે. આવી સામાન્ય ચિત્ત ચેષ્ટા અને દયાનાનરરૂપ ચિતા એ બંને ધ્યાનથી ભિન્ન છે. દયાનના ત્રણ ભેદ
દેઢ અધ્યવસાયરૂપ ધ્યાનના ત્રણ ભેદ છેઃ
૧. કાયિક ધ્યાન કાયાના વ્યાપારથી વ્યાક્ષેપનો ત્યાગ કરી, ઉપયુક્ત થઈ ભાંગા વગેરે ગણવા અથવા કાચબાની જેમ અંગે પગ સંકેચી સ્થિર રહેવું તે.
૨. વાચિક ધ્યાનઃ મારે નિર્દોષ ભાષા બેલવી જોઈએ, પણ સાવધ ભાષા ન બલવી જોઈએ. આ પ્રમાણે વિચારપૂર્વક બોલવું તે; અથવા વિકથાનો ત્યાગ કરી, શાસ્ત્રાભ્યાસ-સૂત્ર પરાવર્તન આદિ ઉપગપૂર્વક કરવું તે.
૩. માનસ ધ્યાનઃ એક પદાર્થમાં ચિત્તની એકાગ્રતા કરવી તે. દયાનાન્સરિકા
દ્રવ્યાદિ એક વસ્તુ વિષયક ધ્યાનને પૂર્ણ કરી જ્યાં સુધી દ્વિતીય વસ્તુ વિષયક ધ્યાનમાં પ્રવેશ ન થાય, ત્યાં સુધી વચગાળામાં જે ચિતન-વિચાર થાય, જેમ કે હવે કયા વિષયનું ધ્યાન કરું? તે વિચારને ધ્યાનાતરિકા કહેવાય છે.
જેમ માર્ગમાં ચાલતા મુસાફર, જ્યાં બે રસ્તા ફંટાતા હોય, ત્યાં થોડી વાર બંને માર્ગની વચમાં ઊભું રહી વિચાર કરે કે-બેમાંથી કયા માર્ગે જાઉં? જેથી મારા ઇષ્ટ સ્થાને પહોંચી શકું. ધ્યાનાન્તરિકામાં પણ આવી સ્થિતિ હોય છે.
આ રીતે એક પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનેલું ચિત્ત એક અંતમુહુર્ત પછી ત્યાંથી ચલિત થાય છે, ત્યારે બીજા પદાર્થ કે તેના ગુણના ચિંતનમાં એકાગ્ર બનાવવા માટે અનિત્યતાદિ કે મિથ્યાદિ ભાવનાઓ વડે ચંચળ થયેલા તે ચિત્તને વાસિત