________________
૫૧૦
આત્મ-ઉત્થાનને પાયે પછી રૂપસ્થ–સમવસરસ્થ જિન પ્રતિમાદિ વગેરે આલંબન દ્વારા અરિહંતાદિના સ્વરૂપનું ચિંતન કરવું. પછી સ્વાત્માને પણ પરમાત્મ સ્વરૂપે ધ્યાવે એથી આત્મતત્વને અનુભવ થશે.
શુદ્ધ સંગ્રહ નયે સત્તાથી સર્વ જીવોનું સ્વરૂપ સિદ્ધ સમાન છે, તેથી પરમાત્માના આલંબને વૃત્તિઓની નિર્મળતા અને સ્થિરતા થતાં અનુક્રમે શુદ્ધાત્મસત્તામાં તન્મયતા પ્રાપ્ત થાય છે.
આત્મા–પરમાત્મા કે જીવાત્માનું શુદ્ધ સ્વરૂપ-ચૈતન્ય સ્વરૂપ એકસરખું છે. તેથી પરમાત્મ ધ્યાનમાં તન્મય બનેલે આત્મા પિતાનું પરમાત્મ સ્વરૂપ અનુભવે છે. એ જ અનુભવ દશા છે. એને જ આત્મદર્શન કે આત્માનુભવ કહે છે. દયાનનું આલંબન
આલંબન દ્વારા ધ્યાન સૂમ બને છે. સૂરમમાં એકાગ્રતા આવવાથી નિરાલંબતા પ્રાપ્ત થાય છે. ત્યારે લય અવસ્થા પ્રગટે છે. લય અવસ્થાને પ્રાપ્ત થયેલ પરમાત્મ સ્વરૂપમાં તન્મય બની, સ્વ-રૂપને અનુભવે છે, જે ધ્યાનનું ધ્યેય છે.
દેહાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ એ બહિરાત્મબુદ્ધિ છે. તેને ત્યાગ કરવાથી અંતરાત્મા-બુદ્ધિ પ્રગટે છે. તે પછી જ દયેય સ્વરૂપ પરમાત્માનું સ્થાન, ધ્યાતા અંતરાત્મ કરી શકે છે.
બહાર જે વસ્તુ નથી તેની ત્યાં જ શોધ કરવાથી લાખ વર્ષે પણ તે મળતી નથી. તેની શેધ તે તે જ્યાં રહેલી છે ત્યાં જવાથી સફળ થાય છે. આ જ વાત બહિરાત્મભાવને લાગુ પાડીને વિચારણું તે આપણને અંતરાત્મભાવ દ્વારા પરમાત્મભાવમાં સ્વાત્માના શુદ્ધ સ્વરૂપને ભેટ થશે. '
ધ્યાનથી કર્મક્ષયનાં દૃષ્ટાંત | મન એ વિષ સમાન, અગ્નિ સમાન અને જળ સમાન પણ છે. ત્રિક વ્યાપી મન એ ઝેર સમાન છે તેને ઠેઠ ડંખમાં લાવીને એકાવી દેવાનું કાર્ય, શેઠ-સંતાપ રૂપી અગ્નિ સમાન મનને ઠારવાનું કાર્ય અને ભવરૂપી ભેજ વધારનારા જળ સમાન મનને શાષવાનું કાર્ય ધ્યાનથી થાય છે.
૧. દેહ વ આદિ પદાર્થોના મળને જેમ જળ દૂર કરે છે, તેમ ધ્યાન આત્માનાં કમમેલને દૂર કરે છે.
૨. જીવરૂપ સુવર્ણમાથી કર્મકલંકને દૂર કરવા માટે ધ્યાન અગ્નિનું કામ કરે છે. ૩. જીવ પર રોટેલ કર્મયંકને શોષવાનું કાર્ય, ધ્યાનરૂપી સૂર્ય વડે થાય છે.