________________
લે
૫૧૧
૪. કર્મનરેગનું નિવારણ કરવા માટે ધ્યાન ઔષધની ગરજ સારે છે. જેમ ઔષધની પ્રક્રિયામાં લાંઘણ દેને પકવે છે, વિરેચન દેને દૂર કરે છે. અર્થાત્ પચન, શમન, નિવારણ કરી આરોગ્ય અપે છે, તેમ યાન કરેગોનું નિર્જરણ-સંવરણ કરી ભાવઆરોગ્ય અર્પે છે.
૫. કર્મરૂપી કાષ્ટ બાળવામાં ધ્યાન અગ્નિ સમાન છે.
૬. ધ્યાનરૂપી અનુકૂળ પવનથી કર્મવાદળ વિખેરાઈ જાય છે. આત્મા શુદ્ધ રૂપથી જ્ઞાન માત્રના સ્વભાવવાળે છે. વસ્તુને માત્ર જેવી-જાણવી એ સ્વચ્છ સ્વભાવ આત્માને છે-એ ભાવનાને અંતરમાં સારી રીતે ભાવિત કરવામાં આવે, તે રાગાદિ નો ય થાય છે.
૭. ધ્યાનના બળે ઈર્ષા, વિષાદ, શેઠ આદિ માનસિક તાપ નાશ પામે છે. ૮. ધ્યાનના બળે શારીરિક વેદના વખતે પીડાને બદલે આનંદ અનુભવાય છે.
૯. ધ્યાન વડે મનસંકેચ અને મનનાશ થાય છે. આખા શરીરે વ્યાપેલું ઝેર મંત્રના બળે ખેંચાઈ–તણાઈને ડંખના ભાગમાં આવી જાય છે અને પછી કાનમાં મંત્ર બોલવાથી ડંખવાળા ભાગમાંથી દૂર કરાય છે, તેમ થાનના બળે મેહ-વિષને આત્માના પ્રદેશમાંથી દૂર કરી શકાય છે.
ઘણાં લાકડાથી માટે અગ્નિ સળગતો હોય, ત્યારે ક્રમશઃ લાકડા ખેંચી લેવામાં આવે, તે અગ્નિ ઓછો થતું જાય અને પછી બાકીના લાકડા પણ ખેંચી લેવામાં આવે, તે અગ્નિ શાંત થઈ જાય છે, તેમ મેહની સામગ્રી ઘટે છે કે ઘટાડવામાં આવે છે, તે મોહ આતે–આસ્તે નિર્મળ થઈ જાય છે.
કાચી માટીના ઘડામાં ભરેલું પાણી ધીમે ધીમે કરીને ક્રમશઃ ઓછું થતું જાય છે, તેમ અપ્રમાદના બળે કમ–શરીર, કાચી માટીના ઘડા જેવું પિચું (ઢીલું) બની જાય છે, તેમાં ધ્યાનરૂપી જળ ભરવાથી તેને નાશ થઈ જાય છે. યોગીઓનું મન પાણીની જેમ દ્રવણશીલ હોય છે.
ધ્યાન એ સકળ ગુણનું સ્થાન છે. દષ્ટ-અદષ્ટ સુનું નિધાન છે, અત્યંત પ્રશસ્ત છે; તેથી સર્વ કાળ શ્રદ્ધેય, સેય અને કયેય છે.
ધ્યાનનાં ફળ - શુભાશવ, સંવર, વિપુલ નિર્જરા, સદગતિનાં સુખ અને તેના અનુબંધવિશેષે છે, પરંપરા એ મુક્તિ છે.
લેશ્યા લેશ્યા છ પ્રકારની છે: ૧. કૃષ્ણ, ૨. નીલ, ૩. કાપત, ૪. પીત, ૫. પ, ૬, થલ. ૧ થી ૪ ગુણસ્થાનકે કૃષ્ણ, નીલ, કાપેત લેરયા હોય છે. ૫ થી ૭ ગુણસ્થાનકે પીત, પદ્મ લેયા હોય છે.